એડવોકેટ ધ્રુવ વિજયભાઈ પંડિત ના લગ્ન બન્યા યાદગાર, મહાનુભાવોની હાજરી

એડવોકેટ ધ્રુવ વિજયભાઈ પંડિત ના લગ્ન બન્યા યાદગાર, મહાનુભાવોની હાજરી
વકીલાતના ક્ષેત્રે સાણંદ તાલુકામાં પ્રતિષ્ઠિત થયેલ પંડિત પરિવારના યુવાન ધારાશાસ્ત્રી ધ્રુવ વિજયભાઈ પંડિત ના શુભ લગ્ન અમદાવાદ નિવાસી ધરા પીયૂષભાઈ ભટ્ટ સાથે સંપન્ન થયા હતાં. આ લગ્નોત્સવમાં રાજકીય પક્ષોના અગ્રણીઓ, નામાંકિત એડવોકેટશ્રીઓ તથા પત્રકારશ્રીઓ સહિત વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
પંડિત પરિવાર તરફથી શ્રી વિજયભાઈ પંડિત, શ્રી જીતેન્દ્રભાઈ પંડિત, શ્રી મનોજભાઈ પંડિત દ્વારા ધ્રુવ સંગ ધરા ના લગ્નોત્સવમાં ઉપસ્થિત રહેનાર સૌ મહાનુભાવોનો હ્ય્દયપૂર્વક આભાર માન્યો હતો. પંડિત પરિવારની હરખની હેલીમાં સહભાગી થઇ શુભકામનાઓના અમીછાંટણા કરવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સૌના આતિથ્ય સત્કારનું મળેલ સૌભાગ્ય સમગ્ર પંડિત પરિવાર માટે આજીવન મધમીઠું સંભારણું બની રહેશે.