ઝઘડિયા પીએચસી ખાતે રસીકરણનો મેગા કેમ્પ યોજાયો

ઝઘડિયા પીએચસી ખાતે રસીકરણનો મેગા કેમ્પ યોજાયો
કોરોના વેક્સિન ના મહા અભિયાન અંતર્ગત આજરોજ ઝઘડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઝઘડિયાના ૫ બુથ પર રસીકરણનો મેગા કેમ્પ રાખવામાં આવેલ હતો, જે અંતર્ગત ત્રણ વાગ્યા સુધીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના પાંચ બુથો પર 995 લાભાર્થીઓને લાભ લીધો હતો. સેવાભાવી સંસ્થા દ્વારા આ રસી મુકાવનારને એક લીટર ખાદ્યતેલ આપવામાં આવેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં રિક્ષા દ્વારા પ્રચાર ઝુંબેશ કરવામાં આવ્યો હતો. મેગા કેમ્પને સફળ બનાવવા માટે મેડિકલ ઓફિસર ડો. જીગ્નેશ તથા સુપરવાઇઝર જીતેન્દ્રસિંહ બોડાણા દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ આશા બહેનો દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટ:નિમેષ ગોસ્વામી ઝઘડીયા