મુંબઇના વિધર્મી યુવકે વડોદરાની ધોરણ 9માં ભણતી સગીરાને ફોસલાવી ઝાડી ઝાંખરામાં લઇ જઇ આચર્યુ દુષ્કર્મ.

વડોદરામાં સાવલીમાં ધોરણ-9માં અભ્યાસ કરતી સગીરા સાથે વિધર્મીએ માણ્યું શરીર સુખ પછી પોલીસે…જાણો વિગત
ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી મહિલાઓ પર અને સગીરાઓ પર અત્યાચાર અને દુુષ્કર્મના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે. છેલ્લા ઘણા સમયથી આવા કિસ્સાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. તેમાં પણ વડોદરા, સુરત અને બીજા કેટલાક જિલ્લાઓ એવા છે જયાં આવા કિસ્સાઓ સામે આવતા રહે છે. ગુજરાતમાંથી છાસવારે લવ જેહાદના પણ કિસ્સા આવતા રહે છે. હાલ આવો જ એક કિસ્સો સંસ્કારી નગરી વડોદરામાંથી સામે આવ્યો છે. વડોદરાના સાવલીમાં ધોરણ 9ની વિદ્યાર્થીની પર એક વિધર્મી યુવકે 3 ડિસેમ્બરના રોજ દુષ્કર્મ આચર્યુ હતુ અને વડોદરા LCBએ કેસની ગંભીરતા ધ્યાને રાખી આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો અને આ મામલે તપાસ હાથ ધરી હતી.
મુંબઇમાં રહેતા તોહીદ ઉર્ફે કાસીફ સમીર શેખે લગભ દોઢ વર્ષ પહેલા સગીરાનો મોબાઇલ નંબર મેળવ્યો હતો અને ઘણીવાર વાત કરીને તેનો વિશ્વાસ કેળવ્યો હતો. તે એ વખત સાવલી ખાતે તેને મળવા પણ આવ્યો હતો અને તેને ફોસલાવીને 3 ડિસેમ્બરના રોજ ફરીથી મળવાનું નક્કી કર્યુ હતુ. તોહીદ 2 ડિસેમ્બરના રોજ રાત્રે મુંબઇથી ટ્રેનમાં બેસી વડોદરા ખાતે આવ્યો હતો અને સગીરાનો સંપર્ક કરી તેને સાવલી ખાતે જઇ ફોસલાવી વડોદરા કમાટીબાગ ખાતે લાવી અને તેને ઝાડી ઝાંખરીમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યુ હતુ.
આ ઘટના બાદ આરોપી પીડિતાને સાવલી ખાતે મૂકી આવ્યો હતો અને તે બાદ આ સમગ્ર ઘટના અંગે સગીરાએ તેના પરિવારના સભ્યોને જાણ કરી હતી અને તે બાદ પરિવારજનોએ 4 ડિસ્મેબરના રોજ આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વડોદરા વિભાગના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા વડોદરા તથા વડોદરા ગ્રામ્યના પોલીસ અધીક્ષક સુધીર દેસાઇએ આરોપી રાજ્ય બહારનો હોય જેથી તેને સત્વરે ઝડપી પાડવા માટે સ્થાનિક સાવલી પોલીસ તેમજ એલ.સી.બી.ને જરૂરી સૂચના આપી હતી.
જે આધારે એલ.સી.બી.ની ટીમો બનાવીને ફરીયાદી તથા ભોગ બનનારની પૂછપરછ કરી હતી અને આરોપી સંબંધે તેના વર્ણન, ફોટો તેમજ સઘળી હકીકત મેળવી ટીમોને કામે લગાવવામાં આવી હતી. ત્યારે ગઇકાલના રોજ વહેલી સવારે એલ.સી.બી. ટીમ દ્વારા બાતમીને આધારે કરજણ ટોલનાકા ખાતેથી વાહન ચેકિંગ દરમિયાન એસ.ટી.બસમાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી માટે સાવલી પોલીસને સોંપ્યો હતો.
રિપોર્ટ : ઈરફાન શેખ ( પંચમહાલ )