અમરેલી : ટેન્ડર પ્રક્રિયા માં કોર્પોરેટ ઓફીસ રાજકોટ ની ગંભીર બેદરકારી

પી.જી.વી.સી.એલ. અમરેલી સર્કલ માં સિક્યુરિટી ગાર્ડ માટે ની ટેન્ડર પ્રક્રિયા માં કોર્પોરેટ ઓફીસ રાજકોટ ની ગંભીર બેદરકારી લાગતા વળગતા અધિકારીઓ ને કાનૂની નોટિસ પાઠવાઈ
પી.જી.વી.સી.એલ અમરેલી સર્કલ માટે નું સિક્યુરિટી ગાર્ડ નું ટેન્ડર બહાર પડતા સાવરકુંડલા ના લાયન સિક્યુરિટી એજન્સી એ પણ ટેન્ડર પ્રક્રિયા માં ભાગ લઈને નિયમાનુસાર ટેન્ડર ભરેલ જે ટેન્ડર માં અનુભવ અને ટર્નઓવર ના પ્રમાણપત્ર ને બદલે રાજ્યપાલશ્રી ના પરિપત્ર મુજબ ઉદ્યન રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ MSME જોડેલ જેથી રાજકોટ કોર્પોરેટ ઓફિસ ના અમુક અધિકારીઓ દ્વારા રાજ્યપાલશ્રી ના પરિપત્ર ની અવગણના કરી રાજકોટ ઓફીસ થી વડોદરા જી.યુ.વી.એન.એલ. ઓફીસ ઉપર ટેન્ડર મોકલેલ નહીં જેથી લાયન સિક્યુરિટી આ ટેન્ડર પ્રક્રિયા માંથી બહાર નીકળી જાય તેવી સ્થિતિ ઉભી થયેલ જેથી લાયન સિક્યુરિટી ના સંચાલકો દ્વારા પી.જી.વી.સી.એલ. ના અમરેલી સર્કલ ઓફીસ અને રાજકોટ કોર્પોરેટ ઓફિસે રૂબરૂ રજુઆત કરી રાજ્યપાલશ્રી એ નવા શરૂ થતાં ધંધા ઉદ્યોગ અને સર્વિસીસ એજન્સી ઓને પ્રોત્સાહન આપવાના હેતુથી ઉદ્યન રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ MSME ધરાવતા એકમો ને વાર્ષિક ટર્નઓવર અને અનુભવ ના પ્રમાણપત્રો માંથી મુક્તિ આપેલ પરિપત્રો ની નકલો ની સાથો સાથ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અમરેલી એ પણ ઉદ્યોગ અને ખાણ વિભાગ ના પરિપત્ર નો આધાર પી.જી.વી.સી.એલ. અમરેલી સર્કલ ને આપી લાયન સિક્યુરિટી ને મળવાપાત્ર લાભ આપવા જણાવેલ તેમ છતાં પણ રાજકોટ કોર્પોરેટ ઓફીસ દ્વારા કોઈપણ કારણોસર સદરહુ સિક્યુરિટી એજન્સી નું ટેન્ડર પ્રક્રિયા થી દુર રાખતા નારાજ થઈ લાયન સિક્યુરિટી ના સંચાલકો એ આ બાબતે અમરેલી જિલ્લા ના ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત અને અંબરીશભાઈ ડેર ની સાથો-સાથ વિરોધપક્ષના નેતાશ્રી એ પણ લેખિત માં જાણ કરેલ તેમ છતાં લાયન સિક્યુરિટી એજન્સી નું ટેન્ડર રાજકોટ કોર્પોરેટ ઓફીસ માંજ અટકાવી રાખતા નારાજ થઈ પોતાના લીગલ એડવાઇઝર એડવોકેટ મારફત પી.જી.વી.સી.એલ. અમરેલી સર્કલ અને પી.જી.વી.સી.એલ. કોર્પોરેટ રાજકોટ ના અમુક અધિકારી ઓને કાનૂની નોટિસ આપી નિયમાનુસાર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા માંગ કરી.
આ બાબતે બેદરકારી કે ક્ષતિ રાખવામાં
આવશે તો કાનૂની કાર્યવાહી હાથ ધરવાની ચીમકી આપેલ છે.
લાયન સિક્યુરિટી ના સંચાલકો ફૌજ માંથી નિવૃત થઈ ને આવેલા છે તેઓ એ રાજકોટ કોર્પોરેટ ઓફીસ ના અમુક અધિકારીઓ ઉપર ઈરાદાપૂર્વક ક્ષતિ અને બેદરકારી ના આક્ષેપ કર્યા છે.
રિપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી સાવરકુંડલા.