અંબાજી નજીક અલગ અલગ અકસ્માત, 1નુ મોત ,1 ગંભીર

શકિતપીઠ અંબાજી ગુજરાતનું લોકપ્રિય શક્તિપીઠ છે અંબાજી માઇ ભકતો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે અંબાજી ખાતે ઓવર સ્પીડ વાળા નો ત્રાસ વધવા પામ્યો છે, આજે બપોરે 3 વાગે એક નિર્દોષ મહિલા નો ભોગ લેવાયો હતો. આજે બપોરે 2 વાગે પણ છાપરી નજીક બાઇક ચાલક નો અકસ્માત થયો હતો જેમા તેને ગંભીર ઇજા થતાં પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યાં છે.
અંબાજી ખાતે બજારો મા ઓવર સ્પીડ વાહન ચાલકો નો ભારે ત્રાસ વધવા પામ્યો છે. અંબાજી નજીક ગેટ થી પ્રવેશ કર્યા બાદ પણ વાહન ચાલકો ઓવર સ્પીડ થી વાહનો ચલાવી રહ્યા છે. અંબાજી પોલીસ ઊંઘ મા જોવા મળી રહી છે.10 ડિસેમ્બર ના રોજ પણ જાદુગર ચાલતાં જતા હતા ત્યારે ઓવર ટેક વાહન ચાલક ની ટક્કર વાગતાં ઘાયલ થયા હતા. તેમની મેરેજ એનીવર્સરી હતી અને તેઓ ચાલવા નીકળ્યા હતા હાલમાં તેમની સારવાર ચાલી રહી છે
@@ખોડીવડલી વચ્ચે ઊભા રહેતા લોકોને દૂર હટાવવાની માંગ @@
અંબાજી એસબીઆઈ બેંક આગળ રોડ વચ્ચે ઊભા રહેતા લોકોને તાત્કાલીક હટાવવાની માંગ ઉઠી છે. આ લોકો આવતી ગાડીઓ વચ્ચે હાથ કરીને ટ્રાફિક જામ કરી રહ્યા છે.
@@ અંબાજી પોલીસ આવા વાહનોને આરટીઓ ના મેમા આપે @@
અંબાજી ખાતે છેલ્લા ઘણા દિવસોથી ઓવર સ્પીડ વાહન ચાલકો નો ભારે ત્રાસ વધવા પામ્યો છે પણ પોલીસ કેમ આવા લોકો સામે પગલા ભરતી નથી તે સમજાતું નથી