નિયમિત પણે વિકસતિ ટેકનોલોજી સાથે શિક્ષકોએ અપડેટ થઇ વિદ્યાર્થીઓને અપડેટ કરવા આવશ્યક

નિયમિત પણે વિકસતિ ટેકનોલોજી સાથે શિક્ષકોએ અપડેટ થઇ વિદ્યાર્થીઓને અપડેટ કરવા આવશ્યક
Spread the love

નિયમિત પણે વિકસતિ ટેકનોલોજી સાથે શિક્ષકોએ અપડેટ થઇ વિદ્યાર્થીઓને
અપડેટ કરવા આવશ્યક :- શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી

ગાંધીનગર ખાતે
શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીના અધ્યક્ષસ્થાને
જી.સી.ઇ.આર.ટી.ની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઇ

આજે ગાંધીનગર ખાતે જી.સી.ઇ.આર.ટી.ના કેમ્પસ ખાતે શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીના અધ્યક્ષસ્થાને જી.સી.ઇ.આર.ટી.ની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઇ હતી. શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ ગવર્નિંગ બોડીના સભ્યોને સંબોધતા કહ્યુ કે, નિયમિત પણે વિકસતિ ટેકનોલોજી સાથે શિક્ષકોએ અપડેટ થઇ વિદ્યાર્થીઓને અપડેટ કરવા આવશ્યક છે.

શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યુ કે, દિવસે દિવસે વિકસતી ટેકનોલોજી આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઇ છે. ત્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે મળી ટેકનોલોજીનો યોગ્ય દિશામાં મહત્તમ ઉપયોગ કરી અપડેટ થઇ શકે છે. શિક્ષણની પદ્ધતિ ક્યારેય એક સરખી હોતી નથી એ સમય સાથે બદલાતી રહે છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પણ સમય સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઇએ. આ હેતુ શિક્ષકો માટે યોગ્ય તાલીમનું આયોજન કરવા પણ સૂચન કર્યુ હતુ.

મંત્રીશ્રી વાઘાણીએ બાયસેગના માધ્યમથી પ્રાથમિક શાળાઓમાં પ્રસારિત થતા કાર્યક્રમોની સમીક્ષા કરી હતી. વંદે ગુજરાત ચેનલ્સ દ્વારા પ્રસારિત શૈક્ષણિક કાર્યક્રમો બાળકોને ઘરે સધન અભ્યાસ કરવા માટેના શિક્ષણની ઉત્તમ વ્યવસ્થા પૂરી પાડે છે. ત્યારે આ કાર્યક્રમોને વધુને વધુ વિદ્યાર્થીરસિક બનાવવા સંદર્ભે પણ સૂચનો કર્યા હતા.
જી.સી.ઇ.આર.ટી.ના નિયામકશ્રી ટી.એસ.જોષીએ પ્રેઝન્ટેશન દ્વારા જી.સી.ઇ.આર.ટી.એ કરેલા કામોની રૂપરેખા આપી હતી. તેમણે જી.સી.ઇ.આર.ટી. રીસ્ટ્રક્ચરિંગ અને સ્કૂલ લિડરશીપ એકેડમી સંદર્ભે પણ વિસ્તૃત માહિતી આપી હતી.

આ બેઠકમાં શિક્ષણ વિભાગ હેઠળની વિવિધ કચેરીઓના નિયામકશ્રીઓ અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!