સ્થાનિક સ્વરાજની ચુંટણી ટાણે નર્મદામા દારૂની રેલમછેલ

સ્થાનિક સ્વરાજની ચુંટણી ટાણે નર્મદામા દારૂની રેલમછેલ
Spread the love

સ્થાનિક સ્વરાજની
ચુંટણી ટાણે નર્મદામા દારૂની રેલમછેલ!

ગરૂડેશ્વરઅને તિલકવાડા તાલુકામ ત્રણ ઠેકાણે એલસીબી પોલીસનો સપાટો

રૂ.75,200/-ની કિંમતનો દારૂ, ગુનામા વપરાયેલ એલ અલ્ટો કાર, બે મોટર સાઇકલ,9મોબાઈલ સહીત કૂલ 2,58,000/-નો મુદ્દામાલ ઝડપાયો

4 આરોપીઓની અટકાયત, 4ફરાર

રાજપીપલા, તા 11

17મી ડિસેમ્બરે નર્મદા જિલ્લામા 189ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાની છે તેવે ટાણે નર્મદા ચુંટણીટાણે દારૂની રેલમછેલ શરૂ થઈ જતા પોલીસ એક્શનમા આવી ગઈ હતી.જેમાં ગરૂડેશ્વરઅને તિલકવાડા તાલુકામ ત્રણ ઠેકાણે એલસીબી પોલીસે રેડ કરી સપાટોબોલાવી દેતા રૂ.75,200/-ની કિંમતનો દારૂ, ગુનામા વપરાયેલ એક અલ્ટો કાર, બે મોટરસાઇકલ, 9 મોબાઈલ સહીત કૂલ 2,58,000/-નો મુદ્દામાલ ઝડપી પાડી આ ગુનામા સંડોવાયેલ કૂલ 4 આરોપીઓની અટકાયત એલસીબી નર્મદા પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી કરતાં બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો છે. જેમાં 4 આરોપીઓ ફરારથઈ જતા તેમને વોન્ટેડ જાહેર કરી તેમને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
જેમાં ગરૂડેશ્વર વિસ્તારના સુલતાનપુરા વસાહત રોડ પાસેથી વિદેશી દારૂની બોટલો
તથા વાહન સાથે કિ.રૂ. ૧,૩૮,૪૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીનેઝડપી પાડેલ છે જયારે ગરૂડેશ્વર તાલુકાના સોનગામ નર્મદા કેનાલ પાસેથી વિદેશી દારૂની બોટલો
તથા વાહન સાથે કિ.રૂ. ૧,૦૪,૧૦૦/- ના મુદ્દામાલસાથે ત્રણ આરોપીઓ ઝડપાયા છે તો તિલકવાડા તાલુકાના શીરા નવી વસાહતમાંથી વિદેશી દારૂની બોટલો નંગ-૯૯
કિ.રૂ.૧૫,૫૦૦/-નો દારૂ ઝડપાયો છે.

હિમકર સિંહ, પોલીસ
અધિક્ષક નર્મદાએ
જીલ્લામાંથી દારૂના
દુષણને ડામવા તેમજ
અસરકારક કામગીરી
કરવા માટેની કડક નિર્દેશો
અને સુચનાનાં પગલે
એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદાએ હાલમાં ચાલતી સ્થાનિક સ્વરાજની
ચુંટણીમાં પ્રોહીબીશનની વોચ તથા કેસો કરવાના સુચના આધારે એલ.સી.બી. સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમ્યાન એક અલ્ટો
ગાડીનં.જી.જે.૦૭-બીએન-૨૯૯૦નાની શંકાસ્પદ જણાતા અલ્ટો ગાડીને રોકી ઝડતી તપાસ કરતા
ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૨૬૪ કિ.રૂ. ૨૬,૪૦૦/- સાથે મળી આવતા આરોપી મહેશભાઇ
પરશોતમભાઇ ભીલ (રહે. ઉચાદ તા.તિલકવાડા)ને વિદેશી દારૂની બોટલ નંગ-૨૬૪
કિ.રૂ.૨૬,૪૦૦/- તથા મોબાઇલ નંગ-૭ કિ.રૂ.૧૨,૦૦૦/- તથા અલ્ટો ગાડી-૧ કિ.રૂ.૧,૦૦,૦૦૦/-નો મળી
કુલ્લે કિ.રૂ. ૧,૩૮,૪૦૦/- ના મુદ્દામાલ સાથે અટક કરી તથા આરોપી રસીકભાઇ ગોરધનભીલ (રહે. ઉચાદ
તા.તિલકવાડા)ને ગુનાના કામે વોન્ટેડ જાહેર કરેલછે.

જયારે બીજા કેસમાં બાતમીને આધારે બે મોટર સાયકલો ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતા હોઈ
એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોએ સોનગામ નર્મદા કેનાલ પાસે બે મોટર
સાયકલોને ઝડપી મોટર સાયકલ ઉપર વિદેશી દારૂની બોટલ નંગ-૩૩૩ કિ.રૂ. ૩૩,૩૦૦/- તથા મો.સા.૨
કિ.રૂ. ૫૫,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧૨૫૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૧,૦૪,૧૦૦/-નો મુદ્દામાલ સાથે
આરોપી (૧) એલસીંગ નરસિંહ ડુંગરાશીલ રહે. બુધાજલધાણી તા.નસવાડી જી.છોટાઉદેપુર (૨) કનીશભાઇ
નારસીંગ ડુંગરાભીલ (૩) રમણભાઇ સાજીયાભાઇ ડુંગરાભીલ બંન્ને રહે. કડુલીમોહડી તા.નસવાડી
જી.છોટાઉદેપુર તેમજ સંદિપભાઇ વિષ્ણુભાઇ તડવી રહે. ઝરીયા તા.ગરૂડેશ્વર જી.નર્મદા તથા દલસીંગભાઇ
રહે. વખતગઢ તા.જી.અલીરાજપુરને ગુનાના કામે વોન્ટેડ જાહેર કરીકાયદેસરની કાર્યવાહી હાથ ઘરેલ છે.
જયારે તિલકવાડા તાલુકાના શીરા નવી વસાહતમાંથી
એલ.સી .બી.
પોલીસ સ્ટાફ મારફતે
લક્ષ્મણ ઉર્ફે સતિષભાઇ સવૈયાભાઇ તડવીનો પોતાના ખેતરમાં પ્રોહીબીશનનો
મુદ્દામાલ રાખેલ હોય જે બાતમી આધારે રેઇડ કરતા વિદેશી દારૂની બોટલ નંગ-૯૯
કિ.રૂ.૧૫,૫૦૦/-ના મુદ્દામાલ
ઝડપી પાડી આરોપી લક્ષ્મણ ઉર્ફેસતિષભાઇ સવૈયાભાઇ તડવી રહે. શીરા વસાહતને પોલીસ રેઇડ જોઇ નાસી જતા
વોન્ટેડ જાહેર કરીકાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપલા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!