રાજપીપલા ખાતે સી.ડી.એસ.જનરલ બિપિન રાવત સહીત શહીદ થયેલા વીર શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ

રાજપીપલા ખાતે સી.ડી.એસ.જનરલ બિપિન રાવત સહીત શહીદ થયેલા વીર શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ
રાજપીપલા, તા 11
રાજપીપલા ખાતે
સી.ડી.એસ.જનરલ બિપિન રાવત સહીત શહીદ થયેલા વીર શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. જેમાં પંચવટી સોસાયટી ખાતે સી.ડી.એસ.જનરલ બિપિન રાવત તથા તેમની સાથેશહીદ થયેલા દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માં આવીહતી. જેમાં મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ પાઠવી બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
જેમાંઆ પ્રસંગે રાજપીપલા શહેર મહામંત્રી રાજેન્દ્રભાઈ પટેલ, યુવા મોરચા મહામંત્રી જયદીપ પાટણવાડીયા, ઓબીસી મોરચા માં જિલ્લા ઉપપ્રમુખ જય પંચાલ તથા ભુપેન્દ્રભાઈ ગોસ્વામી અન્ય બીજા સાથી મિત્રોસહીત શેરી જનો શ્રધાંજલિ કાર્યક્રમમા જોડાયા હતા.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા