નહેરુ યુવા કેન્દ્ર-ગાંધીનગર દ્ધારા ભારતની આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ

નહેરુ યુવા કેન્દ્ર-ગાંધીનગર દ્ધારા ભારતની આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ
Spread the love

નહેરુ યુવા કેન્દ્ર-ગાંધીનગર દ્ધારા ભારતની આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ
ગાંધીનગર : નહેરુ યુવા કેન્દ્ર-ગાંધીનગર દ્ધારા ભારતની આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય વિષય હતો ‘ભારતના નવનિર્માણમાં યુવાઓની ભૂમિકા.’ ગાંધીનગર યુથ હોસ્ટેલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા ના કુલ ૯ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં દ્ધિજેશ ચૌહાણ પ્રથમ, શિવાંશ મોઢ દ્ધિતીય તેમજ અજયસિંહ ઠાકોર તૃતીય સ્થાને વિજેતા બન્યા હતા. પ્રથમ સ્થાને વિજેતા બનનારા સ્પર્ધક રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે હકદાર બન્યા હતા.
સ્પર્ધાના નિર્ણાયક તરીકે જાણીતા નાટ્યકાર-પત્રકાર કુંતલ નિમાવત, નહેરુ યુવા કેન્દ્ર, ગાંધીનગરના પૂર્વ યુવા સંયોજક રજનિકાંત સુથાર અને જિલ્લાના જાણીતા યુવા નેતા જયેશભાઈ ચૌધરીએ પોતાની સેવાઓ આપી હતી.
કાર્યક્રમના આરંભે રાષ્ટ્રનિર્માણમાં યુવાઓની ભૂમિકા વિષયે કુંતલ નિમાવત દ્વારા માર્ગદર્શક પ્રવચન આપવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન અને સ્પર્ધાની ભૂમિકા ગાંધીનગર જિલ્લા નહેરુ યુવા કેન્દ્રના યુવા સંયોજક પંકજ મરેચા દ્વારા રજૂ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન કેન્દ્રના યુવા સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!