ડભોઇ ખાતે એક્શનએઇડ સંસ્થા દ્વારા 16 દિવસીય અભિયાન નું સમાપન

ડભોઇ ખાતે એક્શનએઇડ સંસ્થા દ્વારા 16 દિવસીય અભિયાન નું સમાપન .નાયબ કલેકટરને આવેદનપત્ર આપી સંમેલન નું આયોજન કરવામાં આવ્યું
એક્શનએઇડ એસોસિએશન સંસ્થા સામાજિક અને ઇકોલોજીકલ ન્યાય માટે કામ કરે છે. એક્શનએઇડ 1972 થી ભારતમાં સૌથી પછાત સમુદાયો સાથે સંકળાયેલ છે. સમર્થકો, સમુદાયો, સંસ્થાઓ અને સરકારો સાથે મળીને બધા માટે સમાનતા, બંધુત્વ અને સ્વતંત્રતા માટે પ્રયત્નશીલ છે. એક્શનએઇડ એસોસિએશન 24 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્ય કરે છે.
આ સાથે એક્શન એડ સંસ્થા કુદરતી અને માનવ સર્જિત આપદાઓ માં પણ સહયોગ આપે છે. કોરોના મહામારીથી અસરગ્રસ્ત લોકોને સહયોગ કરવા ઉપરાંત જરૂરી સાધન સહાય ઉપલબ્ધ કરાવી જરૂરત મંદ લોકોને સહયોગ આપવાનું કામ ભારતના ૨૪ રાજ્યોમાં આ સંસ્થા કરી રહી છે.
પુરા વિશ્વમાં મહીલાઓ પર થતી હિંસાનો વિરોધ કરવા વ્યકિતગત, અને સામૂહિક સકારાત્મક બદલાવના પ્રયત્નોને મજબૂત કરવા અને વ્યાપક અર્થમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય થી 25 નવેમ્બર થી 10 ડિસેમ્બર સુધી 16 દિવસીય અભીયાન નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેના ભાગરૂપે એક્શનએડ સંસ્થા પણ ગુજરાતમાં જુદા જુદા જીલ્લાઓમાં આ ૧૬ દિવસીય અભિયાન અંતર્ગત વિભિન્ન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ 16 દિવસીય અભીયાન દરમ્યાન ગુજરાતમાં ઘટતો જતો લિંગાનુપાત, કાર્ય સ્થળ પર યૌન હિંસા, બાળ લગ્ન, સંપત્તિમાં અધિકાર, મહિલાઓ પર થતી વિવિધ પ્રકારની હિંસા અને એકલસ્ત્રીઓ સાથે સંકળાયેલા વિવિધ પાસાઓ ઉપર જાગૃતિ લાવવાની સાથે સાથે સમાજમાં સંવેદનશીલતા ઉભી થાય તેના માટે ચર્ચાઓ /ગોષ્ઠીઓ, સંમેલન, મીટીંગ, ટ્રેનીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.
અભિયાનનું સમાપન તારીખ ૧૦ ડીસેમ્બર માનવ અધિકાર દિવસ નિમિત્તે ડભોઇ ઉમીદ એજ્યુકેશન એન્ડ સપોર્ટ સેન્ટર ખાતે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડભોઇ શહેર અને ગામડાની ૧૬૦ થી વધુ મહિલાઓ સહભાગી થઇ હતી. કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે ડભોઇ પ્રાંત અધિકારી શિવાની ગોયલ હાજર રહ્યા હતા. સાથે સાથે ડભોઇ મહિલા ઓ તેમજ, સમાજ સુરક્ષા અધિકારી, અને તાલુકાની મહિલાઓ પણ હાજર રહ્યા હતા.