શીલ ગ્રામ-પંચાયત ની સરપંચ પદની બેઠક પર જયેશભાઇ ચુડાસમા ને જબરો લોક પ્રતિસાદ

શીલ ગ્રામ-પંચાયત ની સરપંચ પદની બેઠક પર જયેશભાઇ ચુડાસમા ને જબરો લોક પ્રતિસાદ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે
જૂનાગઢ જિલ્લામાં પણ ચૂંટણી ઓ ને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, જેમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાની મહત્વની ગણાતી બેઠક શીલ ગામ માં પણ ગ્રામ પંચાયત ની ચૂંટણી નો જંગ જામ્યો છે, જેમાં શીલ ગામના કોળી સમાજમાંથી સરપંચની બેઠક માટે ખુબજ સેવાભાવી વ્યક્તિ તરીકે જેમનું નામ દૂર દૂર સુધી લેવામાં આવતું હોય છે એવા નિસ્વાર્થ સેવાભાવી એવા શ્રી જયેશભાઇ ચુડાસમા પણ ખુબજ બહોળી સંખ્યાની જનમેદનીમાં તેમની પેનલના સમર્થકો સાથે તેમણે ઉમેદવારી નોંધાવેલી હતી
જો કે શ્રી જયેશભાઇ ચુડાસમા વિશે ગામના અન્ય સમાજના આગેવાનો પાસે જાણવાનો પ્રયત્ન કરતાં જાણવા મળ્યું હતું કે શ્રી જયેશભાઇ ચુડાસમા એક નીડર,નિષ્પક્ષ અને બાહોશ પ્રતિભાશાળી વ્યક્તિ પણ છે અને જયેશભાઇ ચુડાસમાનો હસમુખો ચહેરો, સૌમ્ય સ્વભાવ,અને પારદર્શક જીવન જીવવાની કળા તેમજ કોઈપણ ભેદભાવ શિવાય તમામ સમાજોને સાથે લઈ ચાલનારા ગામના એક યુવા ઉમેદવાર છે, જેનો લાભ સમગ્ર ગામને મળશે, અને તેઓ ગામના વિકાસ માટે રાત-દિવસ જોયા વગર ખડે-પગે કામ કરશે તેઓ અમને સંપૂર્ણ વિશ્વાસ છે, એટલે તેમને જ બહોળી લીડ થી અમારા ગામના સરપંચ પદ પર ચૂંટીશું.
આપનો કિંમતી અને પવિત્ર મત શ્રી જયેશભાઇ ચુડાસમાને આપી જંગી બહુમતી સાથે વિજયી બનાવીએ અને શીલ ગામમા સમાજના દરેક પ્રશ્નનું નિરાકરણ લાવી શીલ ગામને ડિજિટલ મોડલ બનાવવાનું સપનું છે આવો સૌ સાથે મળી ને શીલ ગામના વિકાસ ને આગળ લઈ જઈએ
આ બાબતે સરપંચ પદના ઉમેદવાર જયેશભાઇ ચુડાસમા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ સરપંચ પદની ચૂંટણી માં જીત મેળવ્યા પછીના આવનાર પાંચ વર્ષના સમયગાળા દરમિયાન મારા ગામના વિકાસ માટે ગામના દરેક જરૂરિયાત-મંદ ને ઘરનું ઘર મળી રહે તેમજ ગામની અંદર રોડ, રસ્તાઓ,ગટરની સુવિધા, સ્ટ્રીટ-લાઈટ,તેમજ ગામના ખેડૂતો, ખેતમજૂરો,વિદ્યાર્થીઓ, વગેરે ગામના દરેક નાગરિક ને સરકારી યોજનાઓ નો સંપૂર્ણપણે ઘરે-બેઠા લાભ મળી રહે તે માટે પ્રયત્નશીલ રહીને ગામના વિકાસ માટે સરકાર શ્રી ગ્રાન્ટ માટે યોગ્ય રજુઆત કરી શીલ ગામના વિકાસની નોંધ રાજય ના દરેક ગામો માટે એક પ્રેરણા-રૂપ બની રહે અને ગામના વિકાસની નોંધ રાજય અને દેશ સુધી લેવાય તેવા પ્રયત્નો કરવા હર-હમેંશ કટીબદ્ધ છું.
શ્રી જયેશભાઇ ચુડાસમા સાથે શ્રી લોકાર્પણ દૈનિક સાથે વાત કરતા જણાવ્યું હતુંકેમારા શીલ ગામનું હિત એજ મારો સંકલ્પ હું મારા ગામને ગુજરાતનું નંબર વન ગામ બનાવવા માટે તમામ પ્રયત્ન કરીશ એવું પણ તેઓએ વચન આપ્યું હતું અને સાથે સાથે એવું પણ જણાવ્યું હતું કે ગ્રામજનો મારી પાસે કોઈપણ સમયે તેમના મૂંઝવતા પ્રશ્ન માટે આવી શકે છે અને આ પ્રશ્નોને વાચા આપવા માટે સતત અને સતત તત્પર રહીશ અને હું હંમેશા આ બાબતે લોકો સાથે બંધાયેલો છું
શીલ ના ગ્રામજનો પણ ખુબજ સેવાભાવિ વ્યક્તિત્વ ધરાવતા એવા શ્રી જયેશભાઇ ચુડાસમાને સરપંચ તરીકે પોતાના માનીતા ઉમેદવારને ખોબલે ખોબલે મત આપી જીતાડવા માટે અત્યારથીજ થનગની રહયા છે અને લોકો દ્વારા પણ એકજ સુર ઉઠ્યો છે કે અમારા શીલ ગામમાં સરપંચ તરીકે તો જયેશભાઇ ચુડાસમાને જ આપણે સહુ સાથે મળીને જંગી બહુમતી સાથે જીતાડીએ