પાલનપુર તાલુકાના ભૂતેડી ગામે સમી સાંજે બંધ ઘરમાં ઘરફોડ ચોરી

પાલનપુર સહિત આજુબાજુના વિસ્તારમાં વધતા જતા બનાવો વચ્ચે પાલનપુર તાલુકામાં આવેલ ભુતેડી ગામમાં ગત સમી સાંજે ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં તસ્કરોએ કુલ અંદાજિત 70000 રૂપિયાની રોકડ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બનાવના પગલે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ વ્યાપ્યો છે.
ભુતેડી ગામમાં વર્ષોથી કરિયાણાનો વેપાર કરતાં પોપટલાલ શિવરામદાસ મોદીના ઘરે અંદાજિત સાંજે સાત વાગ્યાની આજુબાજુ તસ્કરોએ ઘરનું તાળું તોડીને તિજોરી માં રાખેલ રોકડ રકમ અંદાજિત 70000 રૂપિયાની ચોરી કરી ગયા હતા.ફરિયાદી પોપટલાલ મોદીને ગામલોકોએ બનાવની જાણ કરી હતી.જાણ થતાં દુકાનેથી ઘરે આવતા તાળા તૂટેલા દેખાયા હતા.ઘરની અંદર જઈને જોતા તિજોરીની તમામ ચીજવસ્તુઓ વેર વિખેર જોવા મળી હતી.જેમાં તિજોરીમાં તપાસ કરતા તસ્કરોએ 70 હજારની રોકડ રૂપિયા ઉઠાવી ગયા હતા.પોપટલાલ મોદીના પત્ની ભગવતીબેન મોદી પાલનપુરમાં સંબંધીને ત્યાં લગ્નમાં ગયેલ હોવાથી ઘરે કોઇ હાજર નહોતું. જ્યાંથી મોકાનો ફાયદો ઉઠાવી સાંજે સાત વાગ્યે આજુબાજુ તસ્કરો ચોરી કરીને પલાયન થઈ ગયા હતા.ચોરીની પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થળ નિરીક્ષણ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રીપોર્ટ : તુલસી બોધુ, ધાનેરા
(લોકાર્પણ દૈનિક, બનાસકાંઠા)