આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત
Spread the love

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ઈ. એન. જીનવાલા હાઈસ્કૂલ અને એમ.ટી.એમ ગર્લ્સ હાઇસ્કુલમાં વિવિધ કાર્યક્રમો યોજાયા

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ઈ. એન. જીનવાલા હાઈસ્કૂલ અને એમ.ટી.એમ ગર્લ્સ હાઇસ્કુલમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂચ ના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સંગીતાબેન મિસ્ત્રી ના માર્ગદર્શન હેઠળ આઝાદીકા અમૃત મહોત્સવ લોગો બ્રાન્ડીંગ, 900 પોસ્ટકાર્ડ લેખન, ભારતના સી ડી એસ બિપિન રાવતના અને સાથી જવાનોના આકસ્મિક અવસાન માટે શ્રદ્ધાંજલિ તથા મતદાન જાગૃતિ શપથ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા.

આ કાર્યક્રમમાં ડૉ. સંગીતાબેન મિસ્ત્રી- એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ભરુચ, શ્રીમતી કિંજલબેન ચૌહાણ-ચેરમેન શ્રી માધ્યમિક શાળા સમિતિ નગરપાલિકા અંકલેશ્વર, માધ્યમિક શાળા સમિતિના સભ્યશ્રીઓ, પોસ્ટ ઓફિસના અધિકારી શ્રી મિતેશભાઇ, શાળાના આચાર્ય ઇશ્વરભાઇ પરમાર તથા ભાવનાબેન પંડ્યા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ આઝાદીકા અમૃત મહોત્સવના મનમોહક માનવાકૃતિ લોગોમાં ઉભા રહીને એક અનેરૂ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ તબક્કે એસ. વી. ઈ. એમ. શાળાની વિધ્યાર્થીની . પ્રિયાંશી ચૌહાણ .
ઉર્જા સંરક્ષણની ચિત્ર સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ ભરૂચ નું નામ રોશન કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

શાળામાં ચિત્રો અને રંગોળીઓ દ્વારા પણ આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!