ભારત સરકારનાં સરકારી નોટરી એકટ-1952માં સુધારો કરવા બાબતે ડાંગ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યુ…

ડાંગ જિલ્લાનાં નોટરી વકીલો દ્વારા ભારત સરકારનાં સરકારી નોટરી એકટ-1952માં સુધારો કરવા બાબતે ડાંગ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યુ…
પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત રાજ્યનાં ડાંગ જિલ્લાનાં નોટરી વકીલો ભારત સરકાર દ્વારા સરકારી નોટરી એકટ-1952 માં સુધારો કરવા બાબતે ડાંગ જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતુ. વધુમાં ડાંગ જિલ્લા નોટરી વકીલ મંડળ દ્વારા જણાવ્યુ હતુ કે નોટરીની નિમણૂક થયા પછી ફક્ત બે વાર એટલે કે ફક્ત 15 વર્ષ સુધી જ નોટરી તરીકે પ્રેક્ટિસ કરી શકે તે મુજબનો સુધારો લાવવા તેમજ કોઈ નોટરી ઉપર ફરિયાદ થાય તો સરકાર તેમનું નોટરીનું લાયસન્સ રદ કરશે તે મુજબનું ડ્રાફ્ટ બિલ રજૂ કરેલ છે.જેની સામે ડાંગ જિલ્લાનાં નોટરી વકીલોએ સખ્ત વાંધો ઉઠાવ્યો છે.અને સરકારનાં આ બિલને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી કલેક્ટર ડાંગને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી…
રિપોર્ટ : પવન ખેરનાર ડાંગ