દામનગર : સીસી ટીવી કેમેરા મુકવા ફાળવેલ ત્રણ લાખ ની ગ્રાન્ટ ફાળવી પણ પાલિકા તંત્ર ને કેમ રસ નથી?

દામનગર શહેર ની મુખ્ય બજારો અને વ્યૂહાત્મક જગ્યા પર સીસી ટીવી કેમેરા મુકવા ફાળવેલ ત્રણ લાખ ની ગ્રાન્ટ ફાળવી પણ પાલિકા તંત્ર ને કેમ રસ નથી?
દામનગર શહેર ની મુખ્ય બજારો અને વ્યૂહાત્મક સ્થળો ઉપર સીસી ટીવી કેમેરા માટે ગત પાલિકા ની સામાન્ય ચૂંટણી માં ધારાસભ્ય ઠુંમરે આપેલ વચન પૂર્ણ કર્યું ત્રણ લાખ ની ગ્રાન્ટ ફાળવતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ગત તા૩૦/૭/૨૧ ના જિલ્લા આયોજન માં કરેલ રજુઆત થી રૂપિયા ત્રણ લાખ દામનગર શહેર માં સીસી ટીવી કેમરા નેત્રમ માટે ફળવ્યા અને ખૂટતી રકમ માટે વેપારી અગ્રણી ઓ એ લોકફાળો આપવા પણ સંમત દર્શાવી હોવા છતાં સ્થાનિક પાલિકા તંત્ર સીસી ટીવી મુકવા તૈયાર નથી શહેર ની મુખ્ય બજારો માં સીસી ટીવી કેમરા મુકવા માં પાલિકા તંત્ર ને કેમ રસ નથી અનેકો રીતે ઉપીયોગી નવીનતમ ટેકનોલોજી સમગ્ર શહેરીજનો માટે આશીર્વાદ રૂપ થશે પાલિકા તંત્ર એ ધારાસભ્ય ઠુંમરે સીસી ટીવી કેમેરા માટે ફાળવેલ ગ્રાન્ટ માંથી શહેર ને સીસી ટીવી કેમરા થી સુસજ્જ કરવા માં કેમ રસ નહિ હોય આ સી સી ટીવી રિજલ્ટ નહિ આપતા હોય કે શું?
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા