અમરેલીની ‘એઈમ્‍સ હોસ્‍પિટલ’ માં ‘પેશ મેકર’નું સફળ ઓપરેશન

અમરેલીની ‘એઈમ્‍સ હોસ્‍પિટલ’ માં ‘પેશ મેકર’નું સફળ ઓપરેશન
Spread the love

અમરેલીની ‘એઈમ્‍સ હોસ્‍પિટલ’ માં ‘પેશ મેકર’નું સફળ ઓપરેશન

અમરેલીએ મઘ્‍યમ કક્ષાનું શહેર છે. અને હવે ડો. જીવરાજ મહેતાના સ્‍વપ્‍ન સમી નગરીમાં મહાનગરની જેવી આરોગ્‍ય સેવા મળવાની શરૂ થઈ છે અને તે પણ આયુષમાન કાર્ડ હેઠળ તદન વિના મૂલ્‍યે. જેથી જિલ્‍લાના દર્દી નારાયણમાં રાહતનો માહોલજોવા મળી રહયો છે.

દરમિયાનમાં અમરેલીમાં કાર્યરત “એઈમ્‍સ” હોસ્‍પિટલમાં તાજેતરમાં એક ગરીબ દર્દીના હૃદયના ધબકારાને નિયમિત કરવા માટે પેશમેકર મૂકવામાં આવ્‍યું અને હાલ તે દર્દીને ઘણી બધી રાહત થઈ ગઈ છે.

અમરેલીની એઈમ્‍સ હોસ્‍પિટલમાં એક ગરીબ દર્દીને હૃદય ધીમું પડયાની ફરિયાદ સાથે દાખલ કરાતા તેમના હૃદયને ફરીથી વેગવંતુ કરવા માટે “પેશમેકર” નામનું ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ ત્‍યાંના ખ્‍યાતનામ કાર્ડિયોલોજીસ્‍ટ ડો. રાકેશ પાટિલ સાથે તેમની ટીમ જય ચૌધરી, જયપાલ ખેર, રાકેશ ભાટ્ટી, સુભાષ સૈની દ્વારા 3 કલાકની ભારે જહેમત બાદ આ ઓપરેશનને સફળ બનાવેલ. જેમાં અંદાજિત બે લાખ જેવો ખર્ચ થાય છે તે ભારત સરકારની યોજના આયુષ્‍યમાન કાર્ડમાં દર્દીને ફ્રીમાં કરી આપવામાં આવેલ.

પેશમેકરનો ઉપયોગ હૃદયના ધબકારા નિયમિત કરવા માટે કરવામાં આવે છે. જેમાં પેશમેકર નામનું નાનું ડબ્‍બી જેવું એક મશીન મૂકવામાં આવે છે. અને તેના વાયર હૃદયની ચેમ્‍બરમાં જોડવામાં આવે છે. જેથી હૃદયની ગતિને નિયમિત કરે છે.

IMG_20211214_192807.jpg

Admin

Nilesh Parmar

9909969099
Right Click Disabled!