ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં ગ્રામ પંચાયતોની ચુંટણીને લઇને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં ગ્રામ પંચાયતોની ચુંટણીને લઇને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
ચુંટણી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે યોજાય તેનું ધ્યાન રlાખવા અનુરોધ કરવામાં આવ્યો
આગામી ૧૯ મી તારીખે યોજાનારી ગ્રામ પંચાયતોની ચુંટણીને અનુલક્ષીને ઝઘડીયા તાલુકા સહિત સમગ્ર ભરુચ જિલ્લામાં ચુંટણીનો માહોલ છવાયો છે. લોકશાહીનું મહાપર્વ ગણાતી ચુંટણીમાં મતદારો નિર્ભય બનીને મતદાન કરી શકે તે માટે ઝઘડીયા તાલુકામાં ચુંટણી પંચના માર્ગદર્શન હેઠળ ચુંટણીલક્ષી સ્ટાફ અને અધિકારીઓ દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આજરોજ ઉમલ્લા માં પોલીસ મથક ખાતે ચુંટણીને લઇને શાંતિ સમિતિની બેઠક મળી હતી. અત્રે આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ ઉમલ્લા ના પી.એસ.આઈ. વિ.આર.ઠુમ્મર તેમજ ઉમલ્લા પોલીસ મથકની હદમાં આવતી ગ્રામ પંચાયતોના ઉમેદવારો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારોને ચુંટણી તટસ્થ અને શાંતિમય માહોલ વચ્ચે યોજાય તેનું ધ્યાન રાખવા અનુરોધ કર્યો હતો. ચુંટણી આડે જુજ દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રચાર કાર્ય આચારસંહિતાની મર્યાદામાં રહીને કરાય અને સમગ્ર ચુંટણી પ્રક્રિયા શાંતિમય અને ભાઇચારાના માહોલ વચ્ચે સંપન્ન થાય તેની ખાસ તકેદારી રાખવા જણાવાયુ હતુ. અત્રે ઉપસ્થિત ઉમેદવારો અને અગ્રણીઓએ આ બાબતે સંપૂર્ણ સહયોગ આપવા ખાતરી આપી હતી
રિપોર્ટ:નિમેષ ગોસ્વામી ઝઘડીયા