ગાંધીનગર મહાનગરપાલિકામાં સ્વચ્છ સર્વેક્ષણ-2022નો પ્રારંભ

ગાંધીનગર મહાનગરપાલિકામાં સ્વચ્છ સર્વેક્ષણ-2022નો પ્રારંભ
Spread the love

ગાંધીનગર મહાનગરપાલિકામાં સ્વચ્છ સર્વેક્ષણ-2022નો પ્રારંભ

સ્વચ્છતા સર્વેક્ષણ 2022 અંતર્ગત બાળકો, યુવાઓ અને વડિલોને જોડવા માટે ડ્રોઇંગ, મુવી અને જીંગલ મેકિંગ, સ્ટ્રીટ પ્લે કોમ્પિટીશન તેમજ ચિત્ર, ચલચિત્ર, શેરી નાટક સહિતની સ્પર્ધાનું આયોજન

ગાંધીનગર: બુધવાર:
ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ દ્વારા ભારતભરના શહેરોનો સફાઇ, સેનિટેશન, જાહેર શૌચાલય, વ્યક્તિગત શૌચાલય, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સહિતની બાબતોને આવરી લઇ દર વર્ષે જાન્યુઆરી માસમાં સર્વે કરી ક્રમાંક આપવામાં આવતો હોય છે.
ગાંધીનગર મહાનગરપાલિકાએ સ્વચ્છ સર્વેક્ષણ-2021માં 1-10 લાખની વસ્તી ધરાવતાં શહેરોમાં રાષ્ટ્રીય કક્ષાએ 6મો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. વધુમાં સ્વચ્છ સર્વેક્ષણ-2021માં ગાંધીનગર મહાનગરપાલિકાને ‘‘India’s Cleanest Capital ’’ માટે એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.
આ વર્ષે પણ ગાંધીનગર મહાનગરપાલિકા સ્વચ્છ સર્વેક્ષણ-2022માં ઉચ્ચ ક્રમાંક પ્રાપ્ત કરે તે માટે ‘‘સ્વચ્છ ગાંધીનગર’’ના સુત્ર સાથે મહાનગરપાલિકા દ્વારા સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારના બાળકો, યુવાઓ, વડિલો અને સંસ્થાઓને જોડવા માટે પોસ્ટર, ડ્રોઇંગ, મુવી મેકિંગ, જીંગલ મેકિંગ અને સ્ટ્રીટ પ્લે કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યું છે. ‘‘સ્વચ્છ સ્પર્ધા’’ના નામથી યોજાનારી આ સ્પર્ધાના આયોજન પાછળનો મુખ્ય હેતુ અત્યંત મહત્વના સ્વચ્છતાના મુદ્દે વધુ લોક જાગૃત્તિ કેળવવાનો છે. સાથે જ લોકોની સ્વચ્છતા સંબંધિ આદતોમાં સુધારો લાવવાનો આ પ્રકારે પ્રયાસ કરાશે અને પ્લાસ્ટિક મુક્ત શહેરના નારાને પણ બુલંદ કરાશે.
નાયબ મ્યુનિસિપલ કમિશનર પી સી દવેએ જણાવ્યું કે, સ્વચ્છતાના વિવિધ વિષયને આવરી લેતી આ સ્પર્ધાના આયોજન થકી નગરવાસીઓને જોડીને સફાઇની મહત્તાને ઉજાગર કરવાની સાથે લોકોમાં વધુ જાગૃત્તિ કેળવવામાં આવશે. આગામી તારીખ 25મી ડિસેમ્બર સુધી તેના માટે ઓનલાઇન અરજીઓ https://forms.gle/4RFugTGb223dsVBR8 પર સ્વીકારવામાં આવશે. વિજેતાઓને રોકડ પુરસ્કાર તથા આશ્વાસન ઇનામ આપવા માટે પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!