સુપર એડવાન્સડ ફાર્મિંગ ટેકનોલોજીના ઉપયોગથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે

સુપર એડવાન્સડ ફાર્મિંગ ટેકનોલોજીના ઉપયોગથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે
Spread the love

સુપર એડવાન્સડ ફાર્મિંગ ટેકનોલોજીના ઉપયોગથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે
– કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના જોઇન્ટ સેક્રેટરી શ્રીમતી શોમિતા બિશ્વાસ

નાગરિકોને શિક્ષિત કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય છે
-ટાફેના ગ્રુપ પ્રેસિડેન્ટશ્રી થેકેપટ રમણ કેસ્વન

પ્રી વાયબ્રન્ટ સમિટ અંતર્ગત આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે મિકેનિકલ ટેક્નોલોજી ( ખેત સાધનો) વિષય પર સેમિનાર યોજાયો
*******
પ્રી વાયબ્રન્ટ સમિટ અંતર્ગત આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે મિકેનિકલ ટેક્નોલોજી ( ખેત સાધનો) વિષય પર સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં
સંવાદ સાધતા કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના જોઇન્ટ સેક્રેટરી શ્રીમતી શોમિતા બિશ્વાસે ખેત સંસાધનોના ફાયદાઓ, ખેડૂતોની આવક વધે, પાક નુકશાનથી બચવું, ખેત ખર્ચ ઘટાડવો, કુદરતી સંસાધનોનો ઉપયોગમાં વધારો કરવો, ખેત પ્રક્રિયામાં ઘટાડો કરવા સહિતના મુદ્દાઓ પર છણાવટ કરી હતી.

તેમણે ખેત ઉત્પાદનની વેચાણ સેવામાં પડકાર, ગુણવત્તાયુક્ત મશીનનો અપૂરતો પુરવઠો, રોકાણની ઓછી ક્ષમતા, નાના ખેતરોમાં મોટા ખેત સાધનોના ઉપયોગની દુવિધા, કૌશલ્યસભર ખેતકર્તાઓનો અભાવ, ખેડૂતોની નબળી આર્થિક સ્થિતિ અને ખેડૂતોમાં બેન્કિંગ સેવાઓ અને પ્રવૃત્તિઓથી અજ્ઞાત હોય છે.
ખેતી સાથે સંકળાયેલા લોકોની સંખ્યામાં સમયાંતરે ઘટાડો થયો. ખેતીમાં પશુઓથી લઈ ડીઝલ એન્જિન, પાવર ટિલર, ટ્રેકટર અને ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
વધુ ઉત્પાદન માટે મધીનારીનો બખૂબી ઉપયોગ કરવો જરુરી છે. સુપર એડવાન્સડ ફાર્મિંગ ટેકનોલોજીના ઉપયોગથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. જમીનની પોષણક્ષમતા અને આરોગ્યને જાળવી રાખવા ઉપરાંત એડવાન્સડ ફાર્મિંગ ટેકનોલોજીના ઉપયોગ થકી રોજગારી નિર્માણ કરી શકાય છે.

ટાફેના ગ્રુપ પ્રેસિડેન્ટશ્રી થેકેપટ રમણ કેસ્વને કહ્યુ કે, વિદેશમાં વધુ વ્યક્તિઓ નહોતા આથી ત્યાં ટ્રેકટરનો ઉપયોગ કરવામાં આવ્યો. ભારતમાં હાલ બ્યાશી લાખ જેટલા ટ્રેકટર છે અને આશરે પંદર કરોડ ખેડૂતોને ટ્રેકટરની આવશ્યકતા છે.

ગુજરાતમાં ટ્રેકટરનો વપરાશ, ટ્રેકટરનો યોગ્ય ઉપયોગ માટે શું કરી શકાય તેના પર પણ તેમણે છણાવટ કરી હતી.
નાગરિકોને શિક્ષિત કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય છે અને ગ્રામ્ય વિસ્તારમાં ટેકનોલોજીનો સ્વીકાર સરળતાથી થાય છે. કોવિડ-19 વખતે ફ્રી ટ્રેક્ટર રેન્ટલ સ્કીમ અમલી કરવામાં આવી તે ઉપરાંત લેન્ડ ટુ રેન્ટ – ઉપલબ્ધ મશીનરીની ક્ષમતાઓનો પણ ખેડૂતોને લાભ મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટેકનોલોજી બદલાઈ રહી છે અને આપણે પણ સમય સાથે બદલાવું પડે તેમ છે.
આ સેમિનારમાં એસ્કોર્ટ એગ્રી મશીનરીના હેડશ્રી અશોક દેસાઈ સહિતનાઓએ તેમનુ વક્તવ્ય આપ્યુ હતુ. કાર્યક્રમમાં એગ્રોનોમી એન્ડ માર્કેટિંગના એજીએમશ્રી સી કે પટેલ, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રી ચૌહાણ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રી ડૉ. ગોંધિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!