કડીમાં ગ્રામ પંચાયત ની ચુંટણી ના અનુસંધાને શહેરના ચંપાબેન પટેલ ટાઉનહોલ માં મતદાન કર્મચારીઓની તાલીમ યોજાય

કડીમાં ગ્રામ પંચાયત ની ચુંટણી ના અનુસંધાને શહેરના ચંપાબેન પટેલ ટાઉનહોલ માં મતદાન કર્મચારીઓની તાલીમ યોજાય
તાલુકામાં 29 માંથી 10 ગ્રામ પંચાયત સમરસ થતાં 19 ગ્રામ પંચાયતો ની ચુંટણી યોજાશે
મતદાન મથક પર નિમણુક પામેલા 329 કર્મચારીઓને તાલીમ અપાઈ
કડી શહેરમાં આવેલા ચંપાબેન રતિલાલ પટેલ ટાઉનહોલ ખાતે બુધવારના રોજ મતદાન બુથ ઉપર નિમણુક પામેલા કર્મચારીઓની તાલીમ યોજાઈ ગયી.
કડી તાલુકાના 29 ગ્રામ પંચાયતોમાં સરપંચ ની મુદત પૂર્ણ થતાં 19 ડિસેમ્બર ના રોજ ચુંટણી યોજાવાની છે જેમાં 10 ગ્રામ પંચાયતો સમરસ થતાં હવે 19 ગ્રામ પંચાયતો ની ચુંટણી યોજાવાની છે જેના માટે ચૂંટણી વિભાગે તમામ તૈયારીઓ કરી લીધી છે જેમાં કડી તાલુકા માં 63 બુથ ઊભા કરવામાં આવ્યા છે જેમાં 15 બુથને અતિ સંવેદનશીલ અને 34 ને સંવેદનશીલ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
ગ્રામ પંચાયતની ચુંટણીમાં મતપત્રક થી ચુંટણી યોજાવાની હોય મતદાન થનાર મતપેટીઓ ની પ્રેક્ટિકલ તાલીમ માટે મતદાન મથક ઉપર નિમણુક પામેલા કર્મચારીઓને શહેરના ચંપાબેન રતિલાલ પટેલ ટાઉનહોલ ખાતે બોલાવી મામલતદાર અને બકુલભાઈ પટેલ દ્વારા તાલીમ આપવામાં આવી હતી જ્યાં મતદાન મથકમાં નિમણુક પામેલા કર્મચારીઓ ને કોવીડ વેક્સીનની રસી બાકી હતી તેમને આરોગ્ય સ્ટાફ દ્વારા રસી આપવામાં આવી હતી.
રાજપુર,ઇરાણા,થોળ,બુડાસણ અને સાદરા ગામમાં ચુંટણી માં રસાકસી જામશે
કડી તાલુકાના રાજપુર,થોળ,ઇરાણા, બુડાસણ અને સાદરા જેવા મોટા ગામમાં સરપંચ ની ચુંટણીમાં રસાકસી જામશે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.પાંચ મોટા ગામમાં બે કે તેનાથી વધારે ઉમેદવારોએ સરપંચ બનવા એડીચોટીનું જોર લગાવ્યું હોવાથી પાંચ ગામની ચુંટણીમાં રસાકસી જામશે તેવુ ગામના નાગરીકો પાસેથી જાણવા મળી રહ્યું છે.