રાજકોટ ના આજીમાં ૬૦૦ અને ન્યારીમાં ૩૦૦ MCFT નર્મદાના નીર ઠાલવવા કરાશે માંગણી

રાજકોટ ના આજીમાં ૬૦૦ અને ન્યારીમાં ૩૦૦ MCFT નર્મદાના નીર ઠાલવવા કરાશે માંગણી.
રાજકોટ માં ૨૯ ફુટની ઉંડાઈ ધરાવતાં આજીડેમમાં હાલ ૬૨૪ MCFT પાણી સંગ્રહીત છે. દૈનિક વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવા માટે ડેમમાંથી રોજ ૫ MCFT પાણીનો ઉપાડવા કરવામાં આવે છે. બાષ્પીભવન અને ડેટ વોટરનું ૧૫૦ MCFT બાદ કરી દેવામાં આવે તો હાલ રાજકોટને ૧૫મી માર્ચ સુધી ચાલે તેટલું પાણી આજીડેમમાં સંગ્રહીત છે. જ્યારે ન્યુ રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના એક માત્ર જળાશય એવા ન્યારી-૧ ડેમમાં હાલ ૧૦૮૪ MCFT જળ જથ્થો સંગ્રહીત છે. હાલ ડીસેમ્બર માસ પૂર્ણ થયા બાદ જૂન અંત સુધી પાણીનું વ્યવસ્થાપન ગોઠવવામાં આવશે. જે અંતર્ગત આજીડેમમાં સૌની યોજના અંતર્ગત ૬૦૦ MCFT નર્મદાનું નીર ઠાલવવા માટેની અને ન્યારી ડેમમાં ૩૦૦ થી ૩૫૦ MCFT નર્મદાના નીર ઠાલવવા માટેની માંગણી કરવામાં આવશે. આ પત્રમાં એવો પણ ઉલ્લેખ કરાશે કે માર્ચ મહિનાના મધ્ય ભાગમાં આજીડેમ ડુકી જશે અને શહેરીજનોને પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે ફેબ્રુઆરી અંત કે માર્ચના આરંભથી જ આજીમાં નર્મદાનું પાણી ઠાલવવાનું શરૂ કરી દેવામાં આવે જ્યારે ન્યારી ડેમમાં મે માસના મધ્ય ભાગથી નર્મદાના નીરની માંગણી કરવામાં આવશે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.