હળવદની શાળા નં-૮માં એક માત્ર શિક્ષક હોવાથી વિદ્યાર્થીઓ નું ભાવી અંધકારમય બન્યું

હળવદ: પંચમુખી વિસ્તારની શાળામાં ૧૩૮ વિદ્યાર્થીઓને ભણાવવા માટે એક જ શિક્ષક !તાલુકાવિકાસઅધિકારીનેવાલીઓએ લેખિત રજૂઆત કરી
હળવદની શાળા નં-૮માં એક માત્ર શિક્ષક હોવાથી વિદ્યાર્થીઓ નું ભાવી અંધકારમય બન્યું.
હળવદ શહેરમાં આવેલ પંચમુખી વિસ્તાર શાળામાં હાલ એક જ શિક્ષકથી શિક્ષણ કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે વાલીઓએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત આવેદન પાઠવી રજૂઆત કરી હતી.
હળવદના પંચમુખી વિસ્તારના વાલીઓએ ટીડીઓને આવેદન પાઠવી જણાવ્યું છે કે પંચમુખી વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા નંબર ૮ માં ધોરણ ૧ થી ૫ ના ૧૩૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમાં ૫ શિક્ષકો પૈકી ૨ શિક્ષકો વયમર્યાદાને કારણે નિવૃત થયા છે અને એક પ્રસૃતિ સબબ રજા પર છે અને એક શિક્ષકને સરકારી અન્ય કામગીરી સોપવામાં આવી છે જેથી હાલ ૧ શિક્ષક ૧૩૮ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે જેથી વિદ્યાર્થીઓનું ભાવી જોખમમાં મુકાયું છે જેથી વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને પૂરતા સ્ટાફ સાથે શિક્ષણ કાર્ય કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છેકોંગ્રેસના અગ્રણીઓએ સ્થાનિક લોકોને સાથે રાખી તાલુકા પંચાયત કચેરીએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
રિપોર્ટ : મયુર રાવલ હળવદ