હળવદમાં હેડ ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતી મામલે પગલા ભરવાની માંગ

હળવદમાં હેડ ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતી મામલે પગલા ભરવાની માંગ.આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું
હેડ ક્લાર્કની પરીક્ષામાં થયેલ ગેરરીતી અંગે પગલા લઈને ભવિષ્યની પરીક્ષાની સુચારૂ વ્યવસ્થા ગોઠવવાની માંગ સાથે હળવદમાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું .
આમ આદમી પાર્ટી દ્વારા આવેદનમાં જણાવ્યું છે કે ગુજરાત સરકારમાં ખાલી પડેલી વિવિધ જગ્યાઓ પર પરીક્ષાઓ લઈને વિવિધ ભરતીઓ કરાય છે જે પરીક્ષામાં ગુજરાતના ૧૦ થી ૧૫ લાખ વિદ્યાર્થીઓ અને પરિવારો જોડાયેલ હોય છે ત્યારે પરીક્ષામાં પારદર્શિતા જળવાય તે જરૂરી ચેહ તાજેતરમાં લેવાયેલ હેડ ક્લાર્કની પરીક્ષામાં પણ અગાઉની પરીક્ષા માફક પેપર લીક થયું હતું હિમતનગરના ફાર્મ હાઉસમાં સોળ જેટલા વિદ્યાર્થીઓ સોશ્યલ મીડિયા દ્વારા ભાવનગર, વડોદરા અને કચ્છ સતના સ્થળોએ પરીક્ષાના બે કલાક અગાઉ પેપર પહોંચ્યું હતું જેથી વિદ્યાર્થીઓને અન્યાય થયો છે કલાસીસમાં હજારો રૂપિયા બગાડી અને લાંબા સમયથી મહેનત કરી રહેલા વિદ્યાર્થીઓને જબરો આઘાત લાગ્યો છે જેથી પેપર લીક મામલે યોગ્ય કાર્યવાહી થાય અને ભવિષ્યની પરીક્ષાને લઈને સુચારૂ વ્યવસ્થા ગોઠવવાની માંગ કરવામાં આવી હતી
મોરબી ખાતે આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ સહિતનાઓને કલેકટરને આવેદન પાઠવ્યું હતું.જયારે હળવદ મામલતદાર કચેરીએ આમ આદમી પાર્ટી હળવદ તાલુકા પ્રમુખ હિતેશભાઈ વરમોરા, તાલુકા મહાંત્રી વિપુલભાઈ રબારી, તાલુકા યુવા પ્રમુખ ચંદુભાઈ મોરી સાથે અન્ય કાર્યકરો હાજર રહી હળવદ મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતું.
રિપોર્ટ : મયુર રાવલ હળવદ