હળવદ તાલુકાના સંવેદનશીલ બુથ વિસ્તારોમાં પોલીસનો જડબેસલાક બંદોબસ્ત

હળવદ તાલુકાના સંવેદનશીલ બુથ વિસ્તારોમાં પોલીસનો જડબેસલાક બંદોબસ્ત
Spread the love

હળવદ તાલુકાના સંવેદનશીલ બુથ વિસ્તારોમાં પોલીસનો જડબેસલાક બંદોબસ્ત

ગ્રામ પંચાયતોની ચૂંટણી સંદર્ભે ૧૪૬ થી વધું હથિયારો જમા કરાવ્યા.૬૭ લોકો સામે અટકાયતી પગલાઓ લેવામાં આવ્યા.હળવદ પોલીસ રૂટ માર્ચ, ફલેગ માર્ચ, નાઇટ પેટ્રોલિગ સહિત રાઉન્ડ ધ કલોક

હળવદ:હળવદ તાલુકામાં ચૂંટણી શાંતિપૂર્ણરીતે સંપન્ન થાય એ માટે સહકાર આપવા માટે ઉમેદવારો-સ્થાનિક આગેવાનોને અપીલ કરતા હળવદ પી.આઈ.એ.એ.જાડેજા.

હળવદ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ શાંત વાતાવરણમાં સંપન્ન થાય એ માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.હળવદ પી આઈ એ.એ.જાડેજા જણાવ્યું કે ૪૫ ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી તા. ૧૯ ડિસેમ્બરે યોજાવાની છે જે અનુસંધાને હળવદ પોલીસ દ્વારા રાઉન્ડ ધ કલોક કામગીરી કરી રહી છે.
ગ્રામ પંચાયતોની ચૂંટણી સંદર્ભે ૧૪૬ થી વધુ હથિયારોને જમા કરવામાં આવ્યા છે. ૬૭ થી વધુ અટકાયતી પગલા લેવામાં આવ્યા છે.હળવદ તાલુકાના ‌૧૧ જેટલા સંવેદનશીલ બુથની વિગતો સપષ્ટ થઇ છે ત્યારે આ બુથની મુલાકાતો પીઆઇ, પીએસઆઇ સ્તરના પોલીસ અધિકારીઓ લઇ રહ્યાં છે અને ત્યાં ચુસ્ત વ્યવસ્થા સચવાઇની તકેદારી લઇ રહ્યાં છે. આ ઉપરાંત આ સ્થળોનાં ઉમેદવાર સાથે મુલાકાતો કરવામાં આવી રહી છે. સ્થાનિકો સાથે પણ મુલાકાતો યોજી ચૂંટણીમાં કોઇ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જે કે અડચણરૂપ ન બને તેમ સપષ્ટ જણાવવામાં આવી રહ્યું છે અને સપષ્ટ ચેતવણી આપવામાં આવી રહી છે કે, ચૂંટણીમાં ગેરસમજ કે ઇરાદાપૂર્વક વિક્ષેપ કરનાર વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે. બે થી વધુ ગુના દાખલ થાય તેમના વિરૂદ્ધ પાસાની દરખાસ્ત કરાશે.
પોલીસ દ્વારા આ સંદર્ભે રૂટ માર્ચ, ફલેગ માર્ચ, નાઇટ પેટ્રોલીગ, કોમ્બિંગ ઓપરેશન સહિતની કામગીરી રાઉન્ડ ધ કલોક ચાલી રહી છે. નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. સમગ્ર ચૂંટણી મુક્ત,ન્યાયી,શાંત વાતાવરણમાં યોજાઇ એ માટે ઉમેદવારોને, સમાજના અગ્રણીઓ-આગેવાનોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ સહકાર આપે. પોલીસ જરૂર પડે ત્યાં કડક હાથે અવશ્ય કામ લેશે.

હળવદ તાલુકાની ૪૫ ગ્રામ પંચાયતની ચુટણી યોજાશે.ગ્રામ પંચાયતની યોજાનારી ચૂંટણી માં સરપંચ માટે ૨૧૦ દાવેદાર. જ્યારે સભ્યો માટે ૭૫૫ ઉમેદવારી નોંધાવી

રિપોર્ટ : મયુર રાવલ હળવદ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!