મોરબી ABP ન્યુઝ ચેનલના રિપોર્ટર પાર્થ રાડિયાનો આજે જન્મદિવસ

મોરબી ABP ન્યુઝ ચેનલના રિપોર્ટર પાર્થ રાડિયાનો આજે જન્મદિવસ
Spread the love

મોરબીના યુવા પત્રકાર પાર્થ રાડિયાનો આજે જન્મદિવસ છે. તા. ૧૬-૧૨ ના રોજ જન્મેલા પાર્થ પટેલ કોલેજનો અભ્યાસ પૂર્ણ કરીને બાદમાં પત્રકારત્વના અભ્યાસક્રમ સાથે જોડાયા હતા અને અભ્યાસ પૂર્ણ કરીને યુવા વયે જ તેઓએ પત્રકારત્વ ક્ષેત્રમાં કામગીરી નો પ્રારંભ કર્યો છે. ABP ન્યુઝ ચેનલના સાથે જોડાયેલા પાર્થ પટેલ મોરબી જીલ્લાનું રીપોર્ટીંગ કરી રહ્યા છે. પોતાના માધ્યમ થકી પ્રજાના પ્રશ્નોને વાચા આપવા સદાય તેઓ તત્પર જોવા મળે છે. તેની કર્તવ્યનિષ્ઠા અને પ્રજાલક્ષી જવાબદારીનું સતત ભાન તેમને સરકારી અધિકારીઓ અને રાજનેતાઓમાં પણ લોકપ્રિય બનાવી રહ્યા છે. આજે તેમને જન્મદિવસ પ્રસંગે તેમના મિત્રો, પરિવાર અને સ્નેહીઓ તેમજ મોરબીન્યુઝ ની ટીમ તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. તેમના મોબાઈલ નં ૮૧૪૧૩ ૭૦૯૮૨ પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

11-21-31-parth-patel.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!