૪- ગૌવંશને બચાવી લેતી શહેરા પોલીસ

૪- ગૌવંશને બચાવી લેતી શહેરા પોલીસ
પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબ તથા પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી ડો.લીના પાટીલ સાહેબ નાઓએ ગૌવંશ ની હેરાફેરી તથા ગૌમાસ ની હેરાફેરી અટકાવવા આપેલ સુચનાઓ અન્વયે તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સી.સી.ખટાણા સાહેબ ગોધરા વિભાગ નાઓએ આપેલ માર્ગદર્શન મુજબ આજ રોજ શ્રી એન.આર. ચૌધરી પો.ઇન્સ . શહેરા પોલીસ સ્ટેશન નાઓનો ખાનગી રાહે અંગત બાતમીદારો થી બાતમી મળેલ કે મીરાપુરા ગામે એક ટાટા એ.સી ગાડી નંબર જી.જે. ૦૯ ઝૈડ ૮૪૬૮ માં ચાર ગાયો કતલ કરવાના ઇરાદે ક્રુર રીતે ટુંક દોરડાથી મો તથા પગ બાંધી લઇ જતા હોવાની હકીકતે પો.સ.ઇ શ્રી ડી.એમ. મછાર તથા પોલીસ સ્ટાફના માણસોને હકીકતથી વાકેફ કરી ગૌવંશ ને તાત્કાકલી બચાવી લેવા જણાવતા પો.સ.ઇ તથા સ્ટાફના માણસોએ સમય સુચકતા વાપરી સદર બાતમીવાળા વાહનનો પીછો કરી પકડી પડેલ અને ટાટા એ.સી ગાડીમાં ભરેલ ચાર ગાયો કિ.રૂ. ૧,૨૦,૦૦૦ / – ની બચાવી લઇ મળેલ પશુઓને હેમખેમ પાંજરાપોળ ગોધરા ખાતે રખાવવામાં આવેલ છે . અને ટાટા એ.સી.ના ચાલાક ડ્રાઇવર વિરૂધ્ધમાં પશુ સંરક્ષણ અધિ.- ૨૦૧૭ ની કલમ ૫ ( ૧ ) ( સી ) ૬ ( એ ) , ૮ તથા જી.પી. એકટ ક . ૧૧૯ મુજબનો ગુનો નોધી ઘોરણસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે .
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.