વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડતી શહેરા પોલીસ

વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડતી
શહેરા પોલીસ
પ્રોહી મુદામાલ રૂ . ૧,૭૭,૬૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂપીયા ૨,૬૯,૬૦૦ / – નો મુદામાલ પકડી પાડતી શહેરા પોલીસ
પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ. ભરાડા સાહેબ તથા પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી ડો.લીના પાટીલ સાહેબ નાઓએ હાલમાં ગ્રામપંચાયતો ની ચુંટણી શાન્તીમય વાતાવરમાં પરીપુર્ણ થાય અને પ્રોહી બદી સદંતર નાબુદ કરવા આપેલ સુચનાઓ અન્વયે તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સી.સી.ખટાણા સાહેબ ગોધરા વિભાગ નાઓએ આપેલ માર્ગદર્શન મુજબ શ્રી એન.આર. ચૌધરી પો.ઇન્સ . શહેરા પોલીસ સ્ટેશન નાઓનો ખાનગી રાહે અંગત બાતમીદારો થી બાતમી મળેલ કે પાદરડી ગોરાડા ગામનો રાજેશભાઇ ઉર્ફે પપ્પુ છેલાભાઇ પગી તથા ભૈરવસિહ ઉર્ફે રવી રાજપુત નાનો પ્રવિણ કાભસિહ પાસે થી દારૂનો જથ્થો મેળવી ગોરાડા ખાતે કટીંગ કરનાર હોવાની હકીકતે પો.સ.ઇ શ્રી ડી.એમ. મછાર તથા પો.સ.ઇ શ્રી એન.આર. ઢોડીયા તથા સર્વેલન્સ ટીમના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ જતા એક સફેદ કલરની ગાડી જણાયેલ જે ગાડી પાસે થી એક ઇસમ નાશવા લાગેલ જેનો પીછો કરી પકડી પાડેલ તેનું નામ ઠામ પુછતા તેણે પોતાનું નામ ભાવેશ ગીરીશ દેવડા રહે . ગોધરા ભુરાવાવ નો હોવાનું જણાવેલ . સદ ઇસમ ની ધનીષ્ઠ પુછપરછ કરતા સદર ઇસમ સફેદ કલરની ગાડી પોતાની હોવાની જણાવેલ . જેથી સદર ગાડીની ઝડતી રકરતા સદર ગાડીમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ જે દારૂનો જથ્થો પ્લાસ્ટીકના કવાટીરીયા નંગ- ૧૭૭૬ કિ.રૂ. ૧,૭૭,૬૦૦ / – તથા ગાડી નં જી.જે. ૦૨ એ.પી ૦૪૧૯ ની કિ.રૂ. ૭૦,૦૦૦ / – તથા મો.સા નંબર જી.જે. ૧૭ બી.એલ. ૮૦૩૨ ની કિ.રૂ. ૨૦,૦૦૦ / – તથા મો . ફોન નંગ- ૧ કિ.રૂ. ૨૦૦૦ / મળી કુલ રૂ . ૨,૬૯,૬૦૦ / – નો મુદામાલ પકડી પાડી પકડાયેલ ઇસમ તથા દારૂનો જથ્થો ભરાવી આપનાર વહન કરનાર તથા વેચાણ રાખનાર વિરૂધ્ધ પ્રોહી એકટ કલમ ૬૫ એ . ૬૫ ઇ , ૮૧ , ૮૩ મુજબનો ગુનો રજી . કરી . આગળની વધુ તપાસ હાથ ધરી છે .
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.