સુરતના કિશોરભાઈ નું 100 આઈએએસ ,આઈપીએસ બનાવવાનું સ્વપ્ન

સુરતના કિશોરભાઈ નું 100 આઈએએસ ,આઈપીએસ બનાવવાનું સ્વપ્ન
ગુજરાત ભરમાંથી
100 આઈ.એ.એસ આઈ.પી.એસ બનાવાશે
સુરત નિવાસી અનુસૂચિત જાતિ સમાજના ભામાશા ગણાતા કિશોરભાઈ ભગવાન ભાઈ પરમાર અનુસૂચિત સમાજમાંથી સો આઈએએસ અને સો આઇપીએસ બનાવવા અને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવા જહેમત ઉઠાવી છે અનુસૂચિત જાતિ સમાજ માં અનેક તેજસ્વી તારલાઓ ગરીબીના કારણે આગળ ભણી શકતા નથી એટલે સમર્પણ ગ્રુપ દ્વારા સમગ્ર ગુજરાત રાજયમાંથી આવા તેજસ્વી તારલાઓને શોધીને જેઓ આઇએએસ આઇપીએસ બનવા માગે છે તે તમામ વિદ્યાર્થીઓ ને તમામ પ્રકારની મદદ કરવા માટે સમર્પણ ગ્રુપ આગળ આવ્યું છે કિશોર ભાઈ નું કહેવું છે કે આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી આવા હોનહાર વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવી શકતા નથી પરંતુ આવા દરેક વિદ્યાર્થીઓ સમાજનું નામ રોશન કરે તેવી નેમ સાથે
સુરત વિસ્તારના સમર્પણ ગ્રુપના પ્રમુખ કિશોરભાઇ પરમાર ભામાશા બની આગળ આવ્યા છે તેઓ અવાર-નવાર સમાજ માટે આર્થિક મદદ કરતા રહ્યા છે કિશોરભાઇ પરમાર ના
આ શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિકારી પગલાંને ગુજરાતભરમાંથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે
સમય-સંજોગો સાથ આપે તો તેઓની ઈચ્છા સો થી પણ વધુ આઈએએસ, આઈપીએસ બનાવવા માટે ની પણ તેમની મક્કમતા છે
ગુજરાત ભરના અનુસૂચિત જાતિના આવા યુવા તારલાઓ કિશોરભાઈ ભગવાનભાઈ પરમાર સુરત નો ટેલિફોનિક કોન્ટેક્ટ પણ કરી પોતાની બાયોડેટા મોકલી શકો છો
સલામ છે આવા સમાજ માટે કંઇક કરી છુટવાની ભાવનાવાળા અને સમાજને આર્થિક રૂપથી મદદ કરનારા ભામાશા કિશોરભાઇ પરમાર ને.
તેઓ સુરત પરજીયા સમાજવાડી કુબેર પાર્ક સોસાયટી હરીઓમ મીલ ની સામે વેડ રોડ સુરત ખાતે રહે છે
આવું જ બીડું ઝડપ્યું છે
યુવાઓ માટે અદ્યતન લાયબ્રેરી બનાવવાનું કામ
સાબરકાંઠા જિલ્લાના 28 ગામ પરગણા સંચાલિત
સંતશ્રી રોહીદાસ માનવ સેવા ટ્રસ્ટ
શ્યામ નગર તા. ખેડબ્રહ્મા ના પ્રમુખ માધવલાલ કે પરમાર અને મંત્રી ધીરુભાઈ પરમાર અને ટ્રસ્ટીઓ તેમજ સમાજના આગેવાનો દ્વારા
સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ના કોચિંગ વર્ગો શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે
અંદાજિત ૭૨ લાખના ખર્ચે અદ્યતન લાયબ્રેરી બનાવવા નો શુભારંભ થઇ ગયો છે
પાયાનું કામ પૂર્ણ થઇ ગયું છે
સમાજના યુવા વર્ગને આગળ લાવવાનું કામ આપણે સૌ સાથે મળીને કરીએ તે માટે સૌના સાથ અને સહકારથી નાનુ શૈક્ષણિક સંકુલ અમે પણ ઉત્તર ગુજરાતમાં ઉભું કરી રહ્યા છીએ
આપણો સમાજ આર્થિક રીતે નબળો છે એટલે સમાજના દાનવીર, ભામાશાઓને નમ્ર અપીલ છે કે
આવા શૈક્ષણિક કાર્યોમાં સહભાગી બની આપણી યુવાપેઢીને શિક્ષિત બનાવીએ
જે સમાજમાં શિક્ષણનું પ્રમાણ સૌથી વધુ હોય તે સમાજની પ્રગતિ ને કોઈ રોકી શકતું નથી
સમાજના એક મંત્રી તરીકે મારી એવી ખેવના છે કે
ગુજરાતના તાલુકા મથકે અને જિલ્લા મથકે તેમજ ગાંધીનગર સચિવાલય વિભાગના અધિકારી વગૅ મા
આપણા યુવા મિત્રો પ્રથમ હરોળમાં સ્થાન મેળવી સમાજનું નામ રોશન કરે તેવી અપેક્ષા છે
ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આપણા સમાજના યુવા મિત્રો દરેક વિભાગોમાં ખૂબ સારી સંખ્યામાં ઉત્તીર્ણ થાય તે ગોલ સાથે અમે આ અદ્યતન એ.સી.લાયબ્રેરી બનાવી રહ્યા છીએ
સંત શ્રી રોહીદાસ માનવ સેવા ટ્રસ્ટની એટીજી હેઠળ પણ નોંધણી કરાવેલ છે જે આપ સૌની જાણ સારું
જેમાં આર્થિક સહયોગ આપવા નમ્ર અપીલ.
કોન્ટેક્ટ નંબર 9601515851