રાજકોટ માં “વન વીક વન રોડ” ઝુંબેશ સેન્ટ્રલ ઝોનના ગોંડલ રોડ પર વિવિધ શાખા દ્વારા કામગીરી હાથ ધરાઈ

રાજકોટ માં “વન વીક વન રોડ” ઝુંબેશ સેન્ટ્રલ ઝોનના ગોંડલ રોડ પર વિવિધ શાખા દ્વારા કામગીરી હાથ ધરાઈ
Spread the love

રાજકોટ માં “વન વીક વન રોડ” ઝુંબેશ સેન્ટ્રલ ઝોનના ગોંડલ રોડ પર વિવિધ શાખા દ્વારા કામગીરી હાથ ધરાઈ.

રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર “વન વીક વન રોડ” ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં આજે તા.૧૬-૧૨-૨૦૨૧ ના રોજ સેન્ટ્રલ ઝોનના ગોંડલ રોડ (માલવીયાચોક થી સ્વામી વિવેકાનંદ બ્રિજ સુધી) ખાતે અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી ધોરણે અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેક્સ વસુલાત કરવી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેલાવતા/કચરાપેટી ન રાખતા પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે દંડની કાર્યવાહી કરેલ અને રોડ સારો દેખાય તે પ્રકારે કામગીરી કરવામાં આવે છે. (ટાઉન પ્લાનિંગ શાખાની કામગીરી) વન વીક વન રોડ અંતર્ગત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડનં.૭ માં સમાવિષ્ટ ગોંડલ રોડ પર માલવિયાચોકથી મક્કમ ચોક સુધીના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ નીચેની વિગતેના દબાણો/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે કુલ ૧૦ સ્થળોએ દબાણ દુર કરી અંદાજે ૧૩૪૭૬ ચો.ફૂટ પાર્કિંગ/રસ્તા પૈકીની જગ્યા ખુલ્લી કરાવવામાં આવેલ છે. તેમજ ૧ ચાલુ બાંધકામ સાઈટ પર ગ્રીન નેટ લગાડવા માટે સુચના આપવામાં આવેલ છે. (૧) ક્લાસિક કર ડેકોર-પાર્કિંગ/રોડને નડતરરૂપ ઓટો દુર કરવામાં આવેલ છે. (૨) સૂર્યકાંત હોટેલ-રોડ ઉપર લોખંડના એંગલની અડચણ દુર કરવામાં આવેલ છે. (૩) આશ્રય ઓટો-રોડ ઉપર લોખંડના એંગલની અડચણ દુર કરવામાં આવેલ છે. (૪) આકાંક્ષા કોમ્પ્લેક્ષ-પાર્કિંગને નડતરરૂપ લોખંડના એંગલની અડચણ દુર કરવામાં આવેલ છે. (૫) ધરતી હોન્ડા-ઓટો તથા લોખંડની રેલીંગ દુર કરવામાં આવેલ છે. (૬) મારૂતિ નેક્ષા-ઓટો તથા લોખંડની રેલીંગ દુર કરવામાં આવેલ છે. (૭) આર્થીક ભવન કોમ્પ્લેક્ષ પાર્કિંગને નડતરરૂપ લોખંડના એંગલની અડચણ દુર કરવામાં આવેલ છે. (૮) બોમ્બે પેટ્રોલ પંપ-બોર્ડ દુર કરવામાં આવેલ છે. (૯) પાઈનવીટા હોટેલ પાર્કિંગને નડતરરૂપ છાપરાનું દબાણ દુર કરવામાં આવેલ છે. (૧૦) રાઠોડ ચેમ્બર-ઓટો તથા લોખંડની રેલીંગ દુર કરવામાં આવેલ છે. (વેરા વસુલાત શાખાની કામગીરી) વેરા-વસુલાત શાખા દ્વારા વન વીક વન રોડ અંતર્ગત ગોંડલ રોડ પર પાઈનવીટા હોટેલ, પ્રમુખ સ્વામી આર્કેટ, સીવાલીક-૫ વિગેરેમાંથી કુલ ૧૩ મિલ્કતો પાસેથી કુલ રૂ.૨૦ લાખ ૧૫ હજાર રૂપિયાના મિલ્કત વેરાની વસુલાત કરવામાં આવેલ. વિશેષમાં કુલ ૭ આસામીઓ પાસેથી કુલ રૂ.૩૦ હજારની વ્યવસાય વેરાની વસુલાત કરવામાં આવેલ જ્યારે વ્યવસાય વેરા માટે કુલ ૯૯ આસામીઓને સુનવણી નોટીસ આપવામાં આવેલ છે. આમ કુલ ૨૦ આસામીઓ પાસેથી કુલ ૨૦ લાખ ૪૫ હજાર રૂપિયાના વેરાની વસુલાત કરવામાં આવેલ. (ફૂડ શાખાની કામગીરી) FSSA-2006 અન્વયે દૂધનો લેવાયેલ ૧ નમુનો. વન વીક વન રોડ અંતર્ગત ગોંડલ રોડ પર ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૧ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન વાસી પ્રિપેર્ડ શાક ૪ કિ.ગ્રા. નાશ અને ૨ પેઢીને લાયસન્સ તેમજ હાઇજીન બાબતે નોટીસ આપેલ. ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ મુજબ નમૂના લેવામાં આવેલ (૧) માહી સુપર ગોલ્ડ પેસ્ચરાઇઝ્ડ ફુલ ક્રીમ મિલ્ક (૫૦૦ મિલી પેક્ડ પાઉચ), સ્થળ: બાલાજી મિલ્ક સપ્લાયર, બોમ્બે મેટ્રેસ સામે, લક્ષ્મીનગર મે.રોડ ખાતેથી નમુનો લીધેલ છે. વન વીક વન રોડ અંતર્ગત ચકાસણીની વિગત, ફૂડ વિભાગ દ્વારા તા.૧૬/૧ર/૨૦૨૧ ના શહેરના ગોંડલ રોડ પર આવેલ (૧) ઇન્ડીયા રેસ્ટોરન્ટ- વાસી પ્રિપેર્ડ શાક ૪ કિ.ગ્રા. નાશ કરવામાં આવેલ. તથા હાઇજીન બાબતે નોટીસ. (૨) બાલાજી પાન એન્ડ કોલ્ડ્રીંક્સ લાયસન્સ બાબતે નોટીસ. ગોંડલ રોડ પર ચકાસણી કરેલ સ્થળો (૩) જીત પફ કોલ્ડ્રીંક્સ (૪) ફ્લેવર્સ રેસ્ટોરન્ટ (૫) હરિયોગી લાઇવ પફ (૬) સુપર એન્ટરપ્રાઇઝ (૭) વરીયા ફરસાણ (૮) સાધના રેસ્ટોરન્ટ (૯) સુર્યકાન્ત રેસ્ટોરન્ટ (૧૦) કે.કે. લાઇવ પફ (૧૧) જલારામ સેલ્સ એજન્સી (૧૨) જોકર ગાંઠીયા (૧૩) ગિરીરાજ ઘુઘરા (૧૪) અમદાવાદી ખમણ (૧૫) બોમ્બે હોટલ (૧૬) જૈન ફુડ્સ (૧૭) બોમ્બે ગેરેજ અમુલ પાર્લર (૧૮) પાઇનવિન્ટા હોટલ (૧૯) રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સહકારી સંઘ (૨૦) સત્ય વિજય પટેલ આઇસ્ક્રીમ (૨૧) જલારામ ગાંઠીયા (દબાણ હટાવ શાખાની કામગીરી) દબાણ હટાવ શાખા દ્વારા વન વીક, વન રોડ અંતર્ગત ગોંડલ રોડ પરથી ૪૮૨ બોર્ડ-બેનર/ઝંડી જપ્ત કરવાની કામગીરી આવી હતી. (સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરી) વન વીક વન રોડ અંતર્ગત ગોંડલ રોડ પર જાહેરમાં કચરો ફેકનાર/ગંદકી કરવા સબબ કુલ ૧૧ આસામીઓ પાસેથી રૂ.૩,૭૫૦ પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા ઉપયોગ કરવા સબબ કુલ ૧૧ આસામીઓ પાસેથી રૂ.૪,૨૫૦ નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ, આમ કુલ ૨૨ આસામીઓ પાસેથી કુલ રૂ.૮,૦૦૦ નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ તેમજ ૪ ટ્વીન લીટરબીન રીપેર કરવામાં આવેલ. (બાંધકામ શાખાની કામગીરી) બાંધકામ/વોટરવર્કસ/ડ્રેનેજ શાખા સેન્ટ્રલ ઝોન વોર્ડનં.૭માં વન વીક વન રોડ અંતર્ગત આજે તા.૧૬/૧૨/૨૦૨૧ ના રોજ સ્ટ્રોમ વોટર મેનહોલ સફાઇ સંખ્યા-૩, ડ્રેનેજ મેન હોલ સફાઇ સંખ્યા-૪, પાણીની વાલ્વ ચેમ્બર સફાઇ સંખ્યા-૧૧, ફૂટપાથ રીપેરીંગ (ચો.મી.) ૩૦, પેવીંગ બ્લોક રીપેરીંગ (ચો.મી.) રોડ રીપેરીંગ (ચો.મી.) રબ્બીશ ઉપાડવાનુ કામ.(ઘ.મી.) ૧૫ વિગેરે કામગીરી કરવામા આવી હતી. હાલ કામગીરી ચાલી રહી છે.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!