નર્મદા જિલ્લા બાર એસોસીએશનના પ્રમુખ તરીકે સાતમીવાર વંદના ભટ્ટ ચૂંટાયા

નર્મદા જિલ્લા બાર એસોસીએશનના પ્રમુખ તરીકે સાતમીવાર વંદના ભટ્ટ ચૂંટાયા
Spread the love

નર્મદા જિલ્લા બાર એસોસીએશનના પ્રમુખ તરીકે સાતમીવાર વંદના ભટ્ટ ચૂંટાયા

ઉપપ્રમુખ તરીકે સાજીદ મલિક ચૂંટાયા

રાજપીપલા : આજ રોજ રાજપીપલા કોર્ટમાં નર્મદા જિલ્લા બાર એસોસીએશનની ચૂંટણી યોજાઈ હતી.જેમાં નર્મદા જિલ્લા બાર એસોસીએશનના પ્રમુખ તરીકે સતત સાતમીવાર વંદના ભટ્ટ ચૂંટાયાહતા જયારે
ઉપપ્રમુખ તરીકે પહેલીવાર સાજીદ મલિક ચૂંટાયાહતા. જયારે મંત્રીપદ માટે કોઈએ પણ ઉમેદવારી ન કરતાં સહમંત્રી તરીકે બિનહરીફ ચૂંટાયેલા આદિલભાઈ પંચાલ બન્નેની જવાબદારી સાંભળશે.

આજ રોજ પ્રમુખ પદ માટે વંદના ભટ્ટ અને ભામિની રામી એ ઉમેદવારી નોંધાવી હતી. આ માટે કૂલ 117 મતદારો પૈકી 108મતદારોએ મતદાન કર્યું હતું જેમાં વંદના ભટ્ટને સૌથી વધુ 85 મત મળ્યા હતા, જયારે ભામિની રામી ને 21મત મળ્યા હતા. જેમાં 02 મત રદ થયા હતા.
જયારે ઉપપ્રમુખપદ માટે એ ડી અગ્રવાલ અને સાજીદ મલિક કે ઉમેદવારી નોંધાવતા એ ડી અગ્રવાલ ને 44 મત અને સાજીદ મલિકને 61મત મળતાં
ઉપપ્રમુખ તરીકે સાજીદ મલિક ચૂંટાયા હતા જેમાં 03મતો રદ થયાં હતા.ચૂંટણી કમિશનરતરીકે જાવેદ સૈયદ, બી એમ ચોક્સી અને પંચાલભાઈએ સેવા આપી હતી.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!