દેશના ગૃહ રાજ્યમંત્રી જો પત્રકારો પર હુમલા કરતા હોય તો સામાન્ય પ્રજાની શું સલામતી? ગોવિંદ દનીચા

દેશના ગૃહ રાજ્યમંત્રી જો પત્રકારો પર હુમલા કરતા હોય તો સામાન્ય પ્રજાની શું સલામતી? ગોવિંદ દનીચા
દેશના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો એ લોકશાહીનું ચોથો સ્તંભ ગણાય છે. તેઓ નિષ્પક્ષ અને પ્રામાણિકતા થી દેશ અને વિદેશમાં સમાચારો થી લોકો ને અવગત કરાવતા હોય છે ત્યારે દેશના ગૃહ રાજ્ય મંત્રી દ્વારા પત્રકારોને બેફામ અપશબ્દો બોલી પત્રકારો ઉપર હુમલો કરવામા આવતો હોય તે ખૂબ જ શરમજનક અને નિંદનીય બાબત છે તેવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ( અનુસૂચિત જાતિ વિભાગ)ના કન્વીનર ગોવિંદ દનીચા એ જણાવ્યું હતું .
શ્રી દનીચાએ જણાવ્યું હતું કે” કેન્દ્રના ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર દ્વારા ઉત્તર પ્રદેશના લખીમપુર મઘ્યે ખેડૂતો ઉપર પોતાની ગાડી ચડાવી ખેડૂતોને કચડી નાખ્યા હતા અને અનેક ખેડુતો ને ઘાયલ કર્યા હતા. હાલ મા તે જેલ માં બંધ છે . સીટના અહેવાલ ના અનુસંધાને પત્રકારોએ આ બાબતે ગૃહ રાજ્યમંત્રી ને પ્રશ્ન કરતા તેઓ તેમના મગજનો કાબુ ગુમાવી દીધો હતો અને પત્રકારોને બેફામ અપશબ્દો બોલતા અને હુમલો કરતા ઇલેક્ટ્રોનિક્સ માધ્યમમાં સ્પષ્ટ જોઈ શકાય છે .જો ગૃહ રાજ્યમંત્રી દ્રારા જ પત્રકારો ઉપર હુમલા અને અપશબ્દો વડે અપમાનિત કરાતા હોય તો સામાન્ય પ્રજા ની શું સલામતી ?
ભારતના પ્રધાનમંત્રીશ્રીએ આ બાબતે તાત્કાલિક પગલાં લઇ આવા મંત્રીશ્રીઓને કેબિનેટ માંથી હાકી કાઢવા જોઈએ જેનાથી અન્ય લોકોને સબક મળે. સાથે સાથે પત્રકારોને કાનૂની રીતે પૂરતું રક્ષણ મળે તે માટે પણ ખાસ કાયદો લાવવાની ખૂબ જરૂર છે એવું શ્રી દનીચાએ જણાવ્યું હતું.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.