ગુંદરણા અને ભગુડા ગામનાં ખેડુતો દ્વારા મહુવા પ્રાંત અધિકારી સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું

ગુંદરણા અને ભગુડા ગામનાં ખેડુતો દ્વારા મહુવા પ્રાંત અધિકારી સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
મહુવા તાલુકાના બગડ સિંચાઈ યોજનાની જમણાં કાંઠા કેનાલની મેઈન્ટેનન્સ કામગીરી ખેડુતોને નુકસાન થાય તે રીતે કરવામાં આવી રહી છે તો તેને અટકાવવા માટે ખેડૂતો દ્વારા મહુવા પ્રાંત અધિકારી સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું.મળતી માહિતી મુજબ મહુવા તાલુકાના ગુંદરણા ગામે બગડ સિંચાઈ યોજના હેઠળ જમણાં કાંઠા સિંચાઈ કમાન્ડમાં આવતાં પિયત વિસ્તારમાં કેનાલની બંને બાજુ ૨૫-૨૫ ફુટ સુધી ખેડૂતો પાસેથી જમીન છુટી કરાવી રસ્તો બનાવવાના બહાને જરુરીયાત વધારે ખેડુતોની જમીન ખુલ્લી કરાવવાનું આયોજન કરી રહ્યા છે તો તેને અટકાવવા માટે સૌ ખેડુતો સાથે મળીને મહુવા પ્રાંત અધિકારી સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
રીપોર્ટ : સૈયદ એજાજ બીલા