રાજકોટ માં મહાનગરપાલિકા વેરા વસુલાત શાખા દ્વારા કરેલ કામગીરી

રાજકોટ માં મહાનગરપાલિકા વેરા વસુલાત શાખા દ્વારા કરેલ કામગીરી.
રાજકોટ માં મહાનગરપાલિકા કમિશનરશ્રી અમિત અરોરાની સુચનાથી રિકવરી સેલ દ્વારા મિલકત વેરા રિકવરી ઝુંબેશ આજરોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ-૨૯ મિલ્કતોને સીલ કરેલ તથા ૮૦.૪૦ લાખ રીકવરી કરેલ છે. વર્ષ ૨૦૨૧-૨૨ની રીકવરી ઝુંબેશ અંતર્ગત નીચે મુજબ કાર્યવાહી કરવામાં આવેલ. વોર્ડનં-૨ ચૌધરી હાઇસ્કુલ પાસે “કપીંજલ સ્કુલ” ના બાકી માંગણા સામે રૂ.૧.૬૧ લાખ રીકવરી, જામનગર રોડ પર આવેલ ૨ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૮૦,૦૦૦/- વોર્ડનં-૩ જંકશન મેઇન રોડ પર આવેલ ૩-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૧.૨૦ લાખ, વોર્ડનં-૪ મોરબી રોડ પર આવેલ મારૂતિનંદન પાર્કમાં ૨-કોમર્શીયલ યુનિટના ૪.૬૮ લાખ બાકી માંગણા સામે સીલ, મોરબી રોડ પર રીક્વરી રૂ.૧.૪૦ લાખ, વોર્ડનં-૫ જુના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ “વિશ્વાસ વેજીટેબલ” ના બાકી માંગણા સામે રૂ.૧.૧૨ લાખ રીકવરી, કુવાડવા રોડ પર આવેલ “રામેશ્વર પ્રિંટ” ના બાકી માંગણા સામે રૂ.૧.૦૦ લાખ રીકવરી. વોર્ડનં-૭ “જીમ્મી ટાવર” માં ઓફીસ નં.:- ૬૦૭,૬૦૮,૬૨૮,૬૨૭ ને બાકી માંગણા સામે સીલ કરેલ છે. “જીમ્મી ટાવર” માં સાતમા માળે આવેલ ઓફિસ નં.૪,૫,૬,૭,૮,૯,૩૦,૩૧,૩૨ અને એમ કુલ ૧૦ યુનિટને બાકી માંગણા સામે સીલ કરેલ છે. ગોંડલ રોડ પર આવેલ ૪ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૧.૯૦/- વોર્ડનં-૮ પટેલ પાર્કમાં આવેલ “સાધક ટેઈલર” ના બાકી માંગણા સામે રૂ.૫૪ હજાર રીકવરી, વોર્ડનં-૯ ચંદનપાર્ક વિસ્તારમાં આવેલ ૧-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ.૬૮ હજાર રીકવરી, વોર્ડનં-૧૨ “સહજાનંદ માર્બલ” ને બાકી માંગણા રૂ.૪.૫૮ લાખની સામે સીલ કરેલ છે. “સનરાઇઝ સ્કુલ” ના બાકી માંગણા સામે રૂ.૫.૬૧ લાખ રીકવરી, વાવડી વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ.૩ લાખ રીકવરી, વાવડી વિસ્તારમાં આવેલ ૪-ઇન્ડસ્ટ્રીયલ યુનિટના રૂ.૮.૧૯ લાખના બાકી માંગણા સામે સીલ કરેલ છે. વાવડી વિસ્તારમાં આવેલ “શ્રીનાથજી હાઇડ્રોલીક” બાકી માંગણા સામે રૂ.૨.૭૯ લાખ રીકવરી, વોર્ડનં-૧૩ ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આર.કે. પ્લોટમાં રૂ.૧૦.૪૬ લાખના બાકી માંગણા સામે ૩ યુનિટ સીલ કરેલ છે. ચંદ્રેશનગર મેં.રોડ પર “ઉમા એન્ટરપ્રાઇઝ” માં બાકી માંગણા સામે રૂ.૧.૫૦ લાખ રીકવરી. વોર્ડનં-૧૪ “મનસાતીર્થ એપાર્ટમેન્ટ” માં બાકી માંગણા રૂ.૪.૨૬ લાખ સામે શોપનં.:- ૨૨ અને ૨૪ ને સીલ કરેલ છે. ભક્તિનગર સર્કલ પાસે આવેલ ૨-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૯૦,૦૦૦/ વોર્ડનં-૧૫ રામનગર ઇન્ડ. એરીયામાં ૨-ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ.૪.૫૦ લાખ રીકવરી, આજી ઇન્ડ. એરીયામાં “ન્યુ ફિલીપ્સ મેન્યુફેકચરીંગ” ના બાકી માંગણા સામે રૂ.૧.૨૨ લાખ રીકવરી, “એક્તા નેઇલ મશીન” ના બાકી માંગણા સામે રૂ.૨.૮ લાખ રીકવરી, વોર્ડનં-૧૭ હસનવાડી શેરીનં.૨ માં આવેલ “ધર્મ હોલ” ના બાકી માંગણા સામે રીકવરી રૂ.૫ લાખ. અટીકા ઇન્ડ. એરીયામાં આવેલ “રંગોલી ફર્નિચર” ના બાકી માંગણા સામે રીકવરી રૂ.૧.૨૮ લાખ. વોર્ડનં-૧૮ વર્ધમાન ઇન્ડ. એરિયામાં આવેલ “સદગુરૂ ફૂડ” ના બાકી માંગણા સામે રૂ.૫.૬૨ લાખ રીકવરી, “એમ.જી.મોટર્સ” ના બાકી માંગણા સામે રૂ.૩.૬૨ લાખ રીકવરી, “કિરણ ફર્નીચર” ના બાકી માંગણા સામે રૂ.૧૦.૬૫ લાખ રીકવરી, ધ્વની ઇન્ડ. એરિયામાં આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે રૂ.૫.૭૨ લાખ રીકવરી, સે.ઝોન દ્વારા ૧૯ મિલ્કતોને સીલ, તથા રીક્વરી રૂ.૧૯.૧૯ લાખ, વેસ્ટ ઝોન દ્વારા ૫ મિલ્કતોને સીલ તથા રીક્વરી રૂ.૨૧.૫૬ લાખ, ઇસ્ટ ઝોન દ્વારા ૫ મિલ્કતોને સીલ તથા રીક્વરી રૂ.૩૯.૬૫ લાખ, આજરોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ-૨૯ મિલ્કતોને સીલ કરેલ તથા ૮૦.૪૦ લાખ રીકવરી કરેલ છે. આ કામગીરી આસી. મેનેજરશ્રી મયુર ખીમસુરીયા, નિરજ વ્યાસ, વિવેક મહેતા તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરશ્રીઓ તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશ્નરશ્રી કગથરા સાહેબ, સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.*
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.