પોલીસ હેડ કવાર્ટર ખાતે બનાવવામાં આવેલ નવનિર્મિત સેલ્યુટિંગ બેઇઝનું ઉદ્દઘાટન કરી, ખુલ્લું મુકવામાં આવ્યું

જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર દ્વારા જુનાગઢ જિલ્લાનું વાર્ષિક ઇન્સ્પેકશન લેવામાં આવ્યું…
જૂનાગઢ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેકશન દરમિયાન હેડ કવાર્ટર ખાતે જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી તથા જિલ્લાના પોલીસ અધિકારીઓ દ્વારા સેરિમોનિયલ પરેડ રજૂ કરવામાં આવી. આ ઉપરાંત, જૂનાગઢ પોલીસના જુદા જુદા વિભાગો દ્વારા કામગીરી સંબંધી નિર્દેશન રજૂ કર્યું. …
જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર દ્વારા જૂનાગઢ પોલીસના જુદા જુદા વિભાગો જેવા કે, પોલીસ હેડ કવાર્ટર, એમ.ટી.વિભાગ, વાયરલેસ વિભાગ, માઉન્ટેડ વિભાગ, ડોગ સ્ક્વોડ, વિગેરે ની વિઝીટ કરવામાં આવેલ હતી. ઉપરાંત, જૂનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશન તથા જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ની પણ વિઝીટ કરવામાં આવેલ હતી.
જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓની ક્રાઇમ કોન્ફરન્સ લેવામાં આવેલ હતી અને ક્રાઇમ બાબતની સમીક્ષા કરી, જૂનાગઢ પોલીસ દ્વારા ચાલુ સાલે કરવામાં આવેલ કામગીરીની પ્રસંશા કરવામાં આવેલ હતી…