ગુજરાત ટુરીઝમ ની એડમાં વીરપુર જાહેર કરે અને જલારામ જયંતિની રજા જાહેર કરે તેવી માગણી

અમદાવાદ જલારામના તમામ હરિભકતો તેમજ રઘુવંશી લોહાણા સમાજના ઇષ્ટદેવ તેમજ વિશ્વ વંદનીય સંત શ્રી જલારામ બાપા આજથી સદીઓ પહેલાં કોઈપણ જાતના નાત-જાતના ભેદભાવ વિના દરેક લોકો માટે અન્નક્ષેત્રે શરૂ કરીને જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો ની કહેવત સાર્થક કરી છે અને ૨૦૦ વર્ષથી વધુ તેઓએ શરૂ કરેલ અન્નક્ષેત્ર એ આજે પણ વીરપુર જલારામ મંદિર ખાતે ચાલી રહ્યું છે અને પુજ્ય જલારામ બાપા ના મંદિર માં એક પણ પૈસાના દાનનો સવિનય અસ્વીકાર છે ત્યારે પુજ્ય જલારામ બાપા ના જન્મ જયંતીની દર વર્ષે જાહેર રજા રાખવામાં આવે અને ગુજરાત ટુરીઝમની એડમાં વીરપુર જાહેર કરે તેવી લાગણી અને માગણી ઠક્કર પરેશ આર દ્વારા કરવામાં આવે છે ટૂંક સમયમાં જિલ્લા કલેક્ટરશ્રી અને સરકાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવશે