નિધિ વિદ્યાલય સ્કુલના વિદ્યાર્થીઓને મક્તમપુર પોલીસ સ્ટેશન ની મુલાકાત કરાવવામાં આવી

નિધિ વિદ્યાલય સ્કુલના વિદ્યાર્થીઓને મક્તમપુર પોલીસ સ્ટેશન ની મુલાકાત કરાવવામાં આવી
Spread the love

નિધિ વિદ્યાલય સ્કુલના વિદ્યાર્થીઓને મક્તમપુર પોલીસ સ્ટેશન ની મુલાકાત કરાવવામાં આવી

અતુલ્ય વીર ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચ દ્વારા નિધિ વિદ્યાલય સ્કુલના વિદ્યાર્થીઓને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન, મક્તમપુર ની મુલાકાત કરાવવામાં આવી

જેમાં બાળકોને પોલીસ સ્ટેશન ના અધિકારીઓ, સ્ટાફ તથા વિવિધ વિભાગોની કામગીરી અંગે માહિતીગાર કરાયા તથા કાયદાઓ અંગેની જાણકારી આપવામાં આવી. પ્રાથમિક કેસ નોધવાથી લઈને પ્રોસેસ કરવા સુધીની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી. મહિલા વિભાગ દ્વારા બહેનો પર થતાં અત્યાચાર, શોષણ, હિંસા કે તાત્કાલિક સહાય માટે પોલીસ વિભાગ કઈ રીતે મદદરૂપ થાય છે તે સમજાવવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે અતુલ્ય વીર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનુરાગ દુબે, નિધિ વિદ્યાલયના પ્રિન્સિપાલ ગીતા મેડમ, ભરૂચ સાઈકલીસ્ટ ગ્રુપના શ્વેતા વ્યાસ, અધિકારીઓ તથા શિક્ષકગણ હાજર રહ્યા હતા.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!