આર એમ પી એસ ઇન્ટરનેશનલ ના બાળકો દ્વારા થઈ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ની વિશેષ મુલાકાત

આર એમ પી એસ ઇન્ટરનેશનલ ના બાળકો દ્વારા થઈ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ની વિશેષ મુલાકાત
બાળકોના સતત સર્વાંગી વિકાસ કરવામાં અગ્રેસર રહેતી એવી અંકલેશ્વર સ્થિત આર એમ પી એસ ઇન્ટરનેશનલ ના બાળકોને તારીખ ૧૭/૧૨/૨૧ અને ૧૮/૧૨/૨૧ ના રોજ ધોરણ 8 થી 10 ના બાળકોને ભરૂચ સ્થિત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એક વિશેષ વિઝીટ માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં કોર્ટના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી જે. ઝેડ. મહેતા સાહેબ ના સહયોગથી સંપૂર્ણ ન્યાયાલય ની મુલાકાત કરાવવામાં આવી હતી. વિશેષ કોન્ફરન્સ રૂમમાં બાળકોને કોર્ટ ની કાર્યવાહી અને અલગ-અલગ પોસ્ટની વાર્તાલાપ અને પ્રશ્નોત્તરી દ્વારા સભા આયોજન કરવામાં આવી હતી. બાળકોને કાનૂન અને નિયમોની વિશેષ જાણકારી આપવામાં આવી હતી અને બાળકોને બંધારણ-કલમો ને લઈને જે કંઈ પણ નિયમો છે એ સવાલોના જવાબ પણ સંપૂર્ણપણે સમજાવતા ઉત્તર આપી બાળકોને વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ફિલ્મી અને વાસ્તવિક જીવનમાં કોર્ટ ની પ્રોસેસ કઈ રીતની હોય છે એનું બાળકોને જીવંત માર્ગદર્શન આપતી આ પ્રથમ શાળા છે અને આ ક્રિયાને અનુસંધાનમાં જજ સાહેબ શ્રી ના વાક્યો આ પ્રમાણે હતા કે, આપની શાળા બાળકોને એક ઉચ્ચ કોટીનું માર્ગદર્શન આપતી સંસ્થા છે ,બાળકોને ઉચિત માર્ગદર્શન આપતી સંસ્થા છે, તમારા આ કાર્યથી અન્ય શાળાઓ પણ આ રીતની પ્રક્રિયા શરૂ કરી દેવી જોઈએ જેથી બાળકોને એક યોગ્ય માર્ગદર્શન મળશે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.