રાજકોટ માં “વન વીક વન રોડ” ઝુંબેશ ઈસ્ટ ઝોનના ભાવનગર રોડ પર વિવિધ શાખા દ્વારા કામગીરી હાથ ધરાઈ

રાજકોટ માં મહાનગરપાલિકા “વન વીક વન રોડ” ઝુંબેશ ઈસ્ટ ઝોનના ભાવનગર રોડ પર વિવિધ શાખા દ્વારા કામગીરી હાથ ધરાઈ.
રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર “વન વીક વન રોડ” ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં આજે તા.૧૮-૧૨-૨૦૨૧ ના રોજ ઈસ્ટ ઝોનના ભાવનગર ખાતે અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ હંગામી ધોરણે અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેક્સ વસુલાત કરવી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેલાવતા/કચરાપેટી ન રાખતા પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે દંડની કાર્યવાહી કરેલ અને રોડ સારો દેખાય તે પ્રકારે કામગીરી કરવામાં આવે છે. (ટાઉન પ્લાનિંગ શાખાની કામગીરી) વન વીક વન રોડ અંતર્ગત શહેરના ઇસ્ટ ઝોન વિસ્તારના વોર્ડનં.૪,૫,૬,૧૫માં સમાવિષ્ટ ભાવનગર રોડ પરના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ નીચેની વિગતેના દબાણો/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે કુલ ૭ સ્થળોએ થયેલ છાપરાનું દબાણ દુર કરી અંદાજે ૫૦૦ ચો.ફૂટ પાર્કિંગ/માર્જીનની જગ્યા ખુલ્લી કરાવવામાં આવેલ છે. જેમાં (૧) ખાદીગ્રામોદ્યોગ ભવન, (૨) ચામુંડા સેલ્સ, (૩) ગુર્જર પ્રજાપતિ પ્રગાસ મંડળ, (૪) દિવ્યા હોમ એપ્લાયન્સીઝ, (૫) શિવમ પ્રિન્ટર પ્રેસ, (૬) શિવ પાન કોલ્ડ્રીકસ અને (૭) ઉત્સવ ફર્નીચર ખાતેથી છાપરાનું બાંધકામ દુર કરવામાં આવેલ છે. (વેરા વસુલાત શાખાની કામગીરી) વેરા-વસુલાત શાખા દ્વારા વન વીક, વન રોડ અંતર્ગત ભાવનગર રોડ પર વોર્ડનં.૪,૫,૬,૧૫ પરથી કુલ ૮૨ મિલ્કતો પાસેથી કુલ રૂ.૨૯ લાખ ૩ હજાર રૂપિયાના મિલ્કત વેરાની વસુલાત કરવામાં આવેલ. વિશેષમાં ભાવનગર રોડ પર આવેલ ગોપાલ પેટ્રોલપંપ પાસેથી રૂ.૨,૭૫,૦૦૦ બાકી વસુલાત માટે સીલ કરેલ છે. તેમજ વિરાણી ફાસ્ટનર પાસેથી રૂ.૩,૨૫,૦૦૦ બાકી વસુલાત માટે સીલ કરેલ છે અને વોર્ડનં.૫માં રહેણાંક મિલકતમાં નળ કનેક્શન કપાત કરેલ છે. (ફૂડ શાખાની કામગીરી) FSSA-2006 અન્વયે લેવાયેલ ૨ નમુના FSSA-2006 હેઠળ નાપાસ થયેલ ૪ નમૂનાના જવાબદારો ઉપર એજ્યુડીકેશન ઓથોરીટી દ્વારા પેનલ્ટીનો હુકમ. વન વીક વન રોડ અંતર્ગત ભાવનગર રોડ પર ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૪ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન ૧૨ લીટર કોલ્ડ્રીંક્સનો નાશ કરેલ અને ૪ ફૂડ બિઝનેસ ઓપરેટરને લાયસન્સ તેમજ હાઇજીન બાબતે નોટીસ આપેલ. ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ મુજબ નમૂના લેવામાં આવેલ (૧) મીઠો માવો લુઝ, ગજાનન ડેરી ફાર્મ, ચુનારાવાડ ચોક, (૨) મિક્સ મિલ્ક, ગજાનન ડેરી ફાર્મ, ચુનારાવાડ ચોક ખાતેથી નમુના લીધેલ છે. ફૂડ વિભાગ દ્વારા તા.૧૮/૧ર/૨૦૨૧ ના શહેરના ભાવનગર રોડ પર આવેલ (૧) અરિહંત ફરસાણ લાયસન્સ અંગે નોટીસ (૨) અનામ ઘૂઘરા ખાઘ્ય તેલનું ડિસ્પ્લે કરવા અંગે નોટીસ, (૩) ગજાનન ડેરી ફાર્મ હાઈજિનિક કન્ડીશન અંગે નોટીસ, (૪) એન્જોય કોલ્ડ્રીંક્સ હાઈજિનિક કન્ડીશન અંગે નોટીસ, (૫) વિઘ્નેશ્વરી પાન એન્ડ કોલ્ડ્રીંક્સ ૧૨ લીટર એક્સપાઈરી કોલ્ડ્રીંક્સનો નાશ ભાવનગર રોડ પર ચકાસણી કરેલ સ્થળો (૧) શિવ શક્તિ લાઈવ પફ (૨) પટેલ ડેરી ફાર્મ પ્રા.લી. (૩) ઇઝી બેકરી, (૪) બુરહાની ટ્રેડર્સ, (૫) ઠક્કર કાન્તીભાઈ ગોરધનભાઈ, (૬) ક્રિષ્ના ડેરી ફાર્મ, (૭) મારુતી ડેરી ફાર્મ, (૮) ઠાકર અમિચંદ ભગવાનજી, (૯) મનમંદિર કોલ્ડ્રીંક્સ, સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ નમૂનાઓના જવાબદારો પર એજ્યુડીકેશન કાર્યવાહી બાદ એજ્યુડીકેશન ઓફિસર (રેસિડન્ટ એડીશનલ કલેકટર) દ્વારા થયેલ પેનલ્ટીની વિગત (૧) ધનજીભાઈ લાખાભાઈ માટીયા ખોડીયાર ડેરી ફાર્મ, મુ.ઢોલરા (ફેરિયા) લેવાયેલ મિક્સ દુધ લુઝનો નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતા એજ્યુડીકેશન કાર્યવાહી બાદ રૂ.૫,૦૦૦ પેનલ્ટીનો હુકમ કરવામાં આવેલ છે. (૨) ધવલકુમાર વિનોદભાઈ ગજેરા રામેશ્વર ડેરી ફાર્મ ઓમનગર, રાજકોટ લેવાયેલ મિક્સ દુધ લુઝનો નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થતા એજ્યુડીકેશન કાર્યવાહી બાદ રૂ.૧૦,૦૦૦ પેનલ્ટીનો હુકમ કરવામાં આવેલ છે. (૩) હેમંતસિંહ જેસીંગજી ચાવડા જનતા ડેરી ફાર્મ રૈયાગામ મેઈન રોડ, રાજકોટ સ્થળેથી પેસ્ચુરાઇઝ ફૂલ ક્રીમ મિલ્ક (૫૦૦ એમ.એલ.પેકડ) નમુનો મિસ બ્રાન્ડેડ જાહેર થતા રૂ.૧૦,૦૦૦ પેનલ્ટી તેમજ ઉત્પાદક જનતા મિલ્ક ફૂડ પ્રોડક્ટ કુવાડવા, સરધાર રોડ રાજકોટ પેઢીને રૂ.૫૦,૦૦૦ તેમજ ઉત્પાદક પેઢીના જવાબદારશ્રી ધર્મેન્દ્રસિંહ ચાવડાને રૂ.૨૫,૦૦૦ ની પેનલ્ટીનો હુકમ કરવામાં આવેલ. (૪) રાજાણી મોહિત તાજદીનભાઈ અને જીગર તાજદીનભાઈ જી.ટી.સોલ્ટ સપ્લાયર્સ ભાવનગર રોડ, રાજકોટ સ્થળેથી દાંડી રિફાઇન ફ્રી ફ્લો આયોડાઈસ સોલ્ટ (૧ કિ.ગ્રા.પેકડ) નમુનો સબ સ્ટાન્ડર્ડ (આયોડીનનું પ્રમાણ ધારાધોરણ કરતા વધુ) જાહેર થતા રૂ.૧૫,૦૦૦ પેનલ્ટી તેમજ ઉત્પાદક ઇન્ડો બ્રાઈન ઇન્ડસ્ટ્રીઝ મુ.ચોપડવા તા.ભચાઉ જી.કચ્છ પેઢીને રૂ.૫૦,૦૦૦ ની પેનલ્ટીનો હુકમ કરવામાં આવેલ. (દબાણ હટાવ શાખાની કામગીરી) દબાણ હટાવ શાખા દ્વારા વન વીક વન રોડ અંતર્ગત ભાવનગર રોડ પરથી જપ્ત કરેલ રેકડી/કેબીનની સંખ્યા ૨, જપ્ત કરેલ પરચુરણ માલસામાનની સંખ્યા ૪ અને બોર્ડ-બેનર/ઝંડી જપ્તની સંખ્યા ૧૪૮/૧૫૭ તેમજ રૂ.૧૨,૦૦૦ વહિવટી ચાર્જ વસુલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. (સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરી) વન વીક વન રોડ અંતર્ગત ભાવનગર રોડ પર જાહેરમાં કચરો ફેકનાર/ગંદકી કરવા સબબ કુલ ૧૨ આસામીઓ પાસેથી રૂ.૩,૨૫૦ કચરાપેટી/ડસ્ટબીન ન રાખતા ૨ આસામી પાસેથી ૧,૦૦૦ પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા/ઉપયોગ કરવા સબબ કુલ ૧૭ આસામીઓ પાસેથી રૂ.૭,૧૦૦ નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ, આમ કુલ ૩૧ આસામીઓ પાસેથી કુલ રૂ.૧૧,૩૫૦ નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ તેમજ ૩ આસામીને C&D વેસ્ટ માટે રૂ.૫,૦૦૦ દંડ કરેલ છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.