નર્મદાના ગંભીરપુરાના આરોપીને આજીવન કેદની સજા

નર્મદાના ગંભીરપુરાના આરોપીને આજીવન કેદની સજા
પત્નીને માથામાં કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારવાની સજા
રાજપીપલા : નર્મદાના ગંભીરપુરાના આરોપીને આજીવન કેદની સજા
પત્નીને માથામાં કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારાઇ છે
બનાવની વિગત અનુસાર આરોપી વિજયભાઈ કરશનભાઇ ભીલ (ઉ.વ .30 મૂળ રહે . ગંભીરપુરા , તા .તિલકવાડા) પોતાની પત્ની ઉર્મિલાબેને આરોપીને શાક રાંધવાનું કહેતા આરોપીએ જણાવેલ કે જમવાનું કામ સ્ત્રીનું છે પુરુષોનું થોડું છે તેમ કહેતા મરણજનાર ઉર્મિલાએ આરોપીને કહેલ કે તું પણ સ્ત્રી છે.આ બાળકો છે તે તારા નથી તેમ કહેતા આરોપીને ગુસ્સો આવતા મરનાર પોતાની પત્નીને ગમે તેમ ગાળો આપી માથામાં જમણા કાન પાસે તથા માથાની પાછળ ના ભાગે કુહાડીના ઘા મારી મોત નિપજાવેલ. તે સમયે બાળકો ત્યાં હાજર હતા. મરનારના ભાઈ રાજુભાઈ ભીલે ફરિયાદ આપેલ .જેમાં તપાસ કરનાર અમલદાર એ એસ વસાવાએ પૂરતો પુરાવો મેળવી ચાર્જશીટ કરતા સેસન્સ જ્જએન પી ચૌધરી ની કોર્ટમાં સે કે .7/2020થી કલમ 302, 504 મુજબ કેસ ચાલતા સરકારીવકીલ વંદના આઈ ભટ્ટ ની દલીલને ગ્રાહ્ય રાખી આઈ પી સી કલમ 302 મુજબ તકસીરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારેલ છે .
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા