EVM વેર હાઉસનું આજે જીલ્લા ક્લેક્ટરના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ.

રાજકોટ ના માધાપર ખાતે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ EVM વેર હાઉસનું આજે જીલ્લા ક્લેક્ટરના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ.
રાજકોટ ના માધાપરમાં કરોડોના ખર્ચે સુરક્ષા સભર અને આધુનિક EVM વેર હાઉસનું નિર્માણ કરવામાં આવેલ છે. આ EVM વેર હાઉસનું નિર્માણ કાર્ય થોડા સમય પૂર્વે જ પૂર્ણ કરાયેલ હતું. અને આ વેર હાઉસ ઉદ્ઘાટન લોકાર્પણની પ્રતિક્ષા કરી રહ્યું હતું. દરમ્યાન આ આધુનિક EVM વેર હાઉસનું આજે બપોરના જીલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના હસ્તે લોકાર્પણ કરી દેવામાં આવેલ છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે શહેરની ભાગોળે આવેલ ઇશ્વરીયામાં પણ સાયન્સ સીટીનું નિર્માણ કાર્યો પૂર્ણ કરી દેવામાં આવેલ છે. આ સાયન્સ સીટીના લોકાર્પણ માટે રાજય સરકાર પાસે જીલ્લા કલેક્ટર તંત્ર દ્વારા તારીખ માંગવામાં આવી છે. દરમ્યાન આજે માધાપરમાં EVM વેર હાઉસનું લોકાર્પણ તથા આ વેર હાઉસમાં હવે EVM મશીનોની સજજડ સુરક્ષા વ્યવસ્થા જળવાશે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.