ગાડીઓ ના નંબર બદલી રાત્રી દરમિયાન ગામડાઓ માં પશુઓની ચોરી કરતી ગેંગના ચાર આરોપી ને મહેસાણા LCB એ ઝડપયા

-ગાડીઓ ના નંબર બદલી રાત્રી દરમિયાન ગામડાઓ માં પશુઓની ચોરી કરતી ગેંગના ચાર આરોપી ને મહેસાણા LCB એ ઝડપયા
– કડી તાલુકા માંથી ચાર આરોપી મળી આવ્યા
– સ્કોર્પિયો ગાડી માં કરતા હતા પશુ ચોરી
– અગાઉ 33 સ્થળો પર પશુઓ ની તસ્કરી કરી
મહેસાણા જિલ્લા માં છેલ્લા ઘણા સમયથી રાત્રી દરમિયાન ગામડાઓ માં પશુ તસ્કરી ની ઘટનાઓ પ્રકાસ માં આવી હતી જેને લઈને પોલીસ પણ તસ્કરો ને ઝડપવા એડીચોટી નું જોર લગાવી રહી હતી જેમાં આજે કડી પંથક માંથી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે બાતમી આધારે એક સ્કોર્પિયો ગાડી સહિત ચાર ચોરી ને ઝડપી લીધા હતા
મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટિમ કડી પંથક માં પેટ્રોલિંગ માં હતા ત્યારે બાતમી મળી હતી કે ડરણ કેનાલ પાસે એક સફેદ સ્કોર્પિયો ગાડી પડી છે જેમાં કેટલાક શંકાસ્પદ ઈસમો બેઠેલા છે જેથી પોલીસે બાતમી આધારે સ્થળ પર જઇ ત્યારે પોલીસ ની ગાડી જોઈ બે ઈસમો ભાગી ગયા હતા તેમજ નીચે બેસેલા ચાર ઈસમો ને પોલીસે ઝડપી લીધા હતા
પોલીસ ગાડી માં તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે ગાડી ની પાછળ ની સીટો કાઢી નાખેલી હતી તેમજ પાછળ એક નેટ પાથરેલી હતી ગાડી માં પ્લાસ્ટિક ની એક થેલી માં ડુપ્લીકેટ નમ્બર પ્લેટો પોલીસ ને મળી આવી હતી તેમજ એક કુહાડી બાર સફેદ ભેંસ બાંધવાની દોરી એક દાતરડું એક ચપ્પુ મળી આવ્યું હતું
ઝડપાયેલા ઈસમો ની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું જેમાં પકડાયેલા ચોરો ભેંસો ચોરી કરવા ભેગા થયા હતા અને ભેંસો ચોરી કરવા જવાના હતા
પૂછપરછ દરમિયાન ચોરો એ અન્ય જિલ્લા માં પણ પશુઓ ચોરી કરી હોવાની કબૂલાત કરી
મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચાર પશુ ચોરો ને ઝડપયા હતા જેમાં પૂછપરછ દરમિયાન આરોપીઓ એ પોલીસ સમક્ષ કબુલ્યું હતું કે અગાઉ પણ 33 સ્થળો પર ભેંસો અને અન્ય પશુઓ ની ચોરી કરી છે જેમાં ખેડા,આણંદ, અને નડિયાદ વિસ્તારમાં આવેલા આસપાસ ના ગામડાઓમાં ભેંસો ની તસ્કરી કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી
આરોપીઓ સામે અનેક પશુ ચોરી ના ગુન્હા નોંધાયા છે
મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે હાલ માં ચાર આરોપી ને ઝડપયા છે જેમાં મોહમદ ફારૂખ, રફીક શેખ, રશીદમીયા મલેક, શબ્બીરમીયા મલીક ને ઝડપયા છે જેમાં ફરાર બે આરોપીઓ ને ઝડપવાના બાકી છે
*2 આરોપી સામે અગાઉ અન્ય પોલીસ મથક માં ગુન્હા દાખલ*
પશુચોરી માં ઝડપાયેલા આરોપી મોહમદફારૂખ સામે અગાઉ દાણીલીમડા પોલીસ મથક માં આઠ વર્ષ પહેલાં પશુ ઘાતકીપણાં ના બે ગુના નોંધાયા છે તેમજ નરોડા માં ચાર વર્ષ પહેલાં પશુઘાતકી પણા ની ફરિયાદ નોંધાઈ છે ત્યારે બીજો આરોપી રશીદમીયા મલેક સામે પણ ચાર વર્ષ પહેલા બરોડા પોલીસ મથક માં પશુઘાતકી પણા નો ગુનો નોંધાયો છે ત્યારે અમદાવાદ માં દાણી લીમડા માં હથિયાર બંધી અને ખેડા જિલ્લા માં પશુઘાતકી પણા નો ગુનો નોંધાયો છે
મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે હાલ માં ચાર આરોપી અને એક સ્કોર્પિયો ગાડી સહિત કુલ 2 લાખ 56 હજાર 445 નો મુદ્દામાલ ઝપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે