લાખણી યુથ કોંગ્રેસ દ્વારા પેપરલીક બાબતે મામલતદાર ને આવેદનપત્ર

લાખણી યુથ કોંગ્રેસ દ્વારા પેપરલીક બાબતે મામલતદાર ને આવેદનપત્ર
Spread the love

ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલ હેડ ક્લાર્ક ની પરીક્ષા નું પેપર લીક થયું છે. જેથી ખરેખર સાચા અને મહેનતુ ઉમેદવારો ને અન્યાય થતો હોવાની રજૂઆત ને પગલે દિયોદર વિધાનસભા યુવક કોગ્રેસ દ્વારા શનિવારે લાખણી મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવી રહેલ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ સામે પેપર લીક કરવા જેવા ગંભીર આક્ષેપો ઉઠી રહી છે. ગુજરાતમાં એક સપ્તાહ અગાઉ લેવાયેલ હેડ ક્લાર્ક ની પરીક્ષા નું પણ પેપર લીક થઈ જતાં સરકારની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યાં છે. શનિવારે લાખણી ખાતે યુથ કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરીએ હેડ કલાર્ક અને બીજી અન્ય પરીક્ષાઓના પેપર લીક થયેલ તે અનુસંધાને આવેદન પત્ર આપી આવનાર સમયમાં લેવાનાર પરીક્ષાઓમાં પેપર લીક ના થાય અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ના થાય તેવી રજુઆત કરી હતી. આ પ્રસંગે બનાસ ડેરી ના ડીરેકટર અને લાખણી તાલુકા કોગ્રેસ પ્રમુખ ધુડાભાઇ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય ભલજીભાઈ રાજપુત, ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ એનએસયુઆઈના મહામંત્રી કુલદીપવન ગૌસ્વામી, બનાસકાંઠા જીલ્લા યુથ કોંગ્રેસ મહામંત્રી નરસિંહ કાલોર, દીયોદર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ ગળસોર, આર.કે.સોઢા, બકુલ રાણા સહિત કોંગ્રેસ કાર્યકર્તા થતા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ:જનકસિહ વાઘેલા ( થરાદ)

IMG-20211218-WA0024.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!