માંગરોળ ખાતે માંગરોળ ના બાર એસો.ના હોદેદારો ની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી

માંગરોળ ખાતે માંગરોળ ના બાર એસો.ના હોદેદારો ની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના વકીલ બાર એસો.ના સને.-2021-2022 ના આ વર્ષના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે જેમાં પ્રમુખશ્રી તરીકે કિશનભાઇ બી પરમાર તથા ઉપપ્રમુખ તરીકે દિનેશભાઈ એચ ગોહેલ તથા સેક્રેટરી તરીકે યાકુબભાઈ આઈ કાલવાત તથા જોઈન્ટ સેક્રેટરી તરીકે ઇન્દ્રજીત એન પરમાર તથા ખજાનચી તરીકે સંજય ડી. ડાકીની માંગરોળ બારના તમામ સભ્યોએ સર્વાનુમતે વરણી કરેલ હોય જેથી ન્યાયિક નિરાકરણ કરવા માટે અથાગ પ્રયાસ કરશે તેમજ બાર એસો.ને લગત જે પણ સેવા ના કામ કરવાના ઘટશે તે રીતે તમામ હોદ્દેદારો પોતપોતાના સ્થાનેથી કાર્યવાહી કરશે તેવી તમામ સભ્યોએ હોદ્દેદારો તરફથી આશા રાખેલ છે બાર એસો.ના સર્વાનુમતે નિમણુંક થયેલ તમામ હોદ્દેદારો એ બાર એસો ના તમામ સભ્યો નો નિમણુક કરવા બદલ આભાર માનેલ છે
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ