નેત્રંગ તાલુકાની ૩૫ ગ્રા.પંચાયતમાં ૮૦.૮૪ ટકા મતદાન,આજે ફેંસલો

 નેત્રંગ તાલુકાની ૩૫ ગ્રા.પંચાયતમાં ૮૦.૮૪ ટકા મતદાન,આજે ફેંસલો
Spread the love

નેત્રંગ તાલુકાની ૩૫ ગ્રા.પંચાયતમાં ૮૦.૮૪ ટકા મતદાન,આજે ફેંસલો

* પુરતા પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન

* ભક્ત હાઇસ્કુલના સાંસ્કૃતિક ભવનમાં મતગણતરી હાથ ધરાશે

નેત્રંગ તાલુકાની ૩૫ ગ્રા.પંચાયતમાં ૮૦.૮૪ ટકા મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું.

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાની ૩૯ માંથી હાલ ૩૫ ગ્રા.પંચાયતની ચુંટણીમાં સરપંચના ૧૨૪ – સભ્યોના ૮૭૭ ઉમેદવારો મેદાને પડ્યા છે.૩૫ ગ્રા.પંચાયતો માટે ૬૫,૮૭૨ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના હોવાથી જવાબદાર વહીવટીતંત્રએ ૮૬ મતદાન મથક ઉભા કયૉ હતા.પુરતા પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારથી જ યુવા મતદારો,દિવ્યાંગજનો,મહિલાઓ-પુરૂષો અને વૃદ્ધો સવારથી મતદાનમથકો ઉપર મતદાન કરવા ઉમટી પડતા ભારે ઘસારો જોવા મળ્યો હતો.તમામ બુથો ઉપર સવાર-સાંજ સુધી શાંતિપૂર્ણ માહોલમાં ૮૦.૮૪ ટકા મતદાન થયું હતું.નેત્રંગ તાલુકા મથકે આવેલ શ્રીમતિ એમ.એમ ભક્ત હાઇસ્કુલના સાંસ્કૃતિક ભવનમાં ૨૧ ડિસેમ્બરે સવારના ૮ વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે.તાલુકાભરના ગામોમાંથી સરપંચ-સભ્યોના ટેકેદારો ઉમટી પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે.જ્યારે મતદાનની જેમ શાંતિપૂર્ણ માહોલમાં જ માગણતરી સંપન્ન થાય તે માટે વહીવટતંત્ર સજ્જ જણાઇ રહ્યું છે.

રિપોર્ટ :- દિવ્યાંગ મિસ્ત્રી.નેત્રંગ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!