ભરૂચ કોર્ટના ઇતિહાસમાં પહેલી વાર વકીલ મંડળની ચૂંટણીમાં પડી ટાઈ

ભરૂચ કોર્ટના ઇતિહાસમાં પહેલી વાર વકીલ મંડળની ચૂંટણીમાં પડી ટાઈ
Spread the love

ભરૂચ કોર્ટના ઇતિહાસમાં પહેલી વાર વકીલ મંડળની ચૂંટણીમાં પડી ટાઈ

ભાજપ-કોંગ્રેસ બંન્ને પક્ષના પ્રમુખ ઉમેદવારો સાથે સંભળાશે સુકાન

ભરૂચ કોર્ટમાં જિલ્લા વકીલ મંડળની ચૂંટણીમાં ગઈકાલે શુક્રવારે ઇતિહાસ સર્જાયો હતો. ભાજપ અને કોંગ્રેસના 2 પ્રમુખ પદના ઉમેદવારોને સરખા સરખા 271 મત મળતા ટાઈ પડી હતી. બંન્ને વકીલ ઉમેદવારોએ ચિઠ્ઠી ઉછાળવાની ના પાડી સમગ્ર વર્ષ સાથે રહી જિલ્લા બાર એસોસિયેશનના સંયુક્ત પ્રમુખ તરીકે સુકાન સંભાળવા સહમતી દર્શાવી હતી.
ભરૂચ જિલ્લા બાર એસોસિયેશનની વર્ષ 2021-22ની ચૂંટણી ગઈકાલે શુક્રવારે બાર રૂમમાં યોજાઈ હતી. પ્રમુખ પદ માટે ગત ટર્મના પ્રમુખ અને કોંગ્રેસી પદ્યુમ્નસિંહ સિંધા અને ભાજપના અજબ સિપાઈ તેમની પેનલો સાથે ચૂંટણી જંગમાં ઉતર્યા હતા. સવારે 11 વાગ્યાથી શરૂ થયેલા મતદાનમાં બપોરે 3 વાગ્યા સુધી કુલ 689 વકીલો પૈકી 573 એ મતદાન કરતા 83 ટકા જેટલું ઊંચું અને જંગી મતદાન નોંધાયું હતું. જે બાદ સાંજે 4.30 વાગ્યા પછી મતદાન પૂર્ણ થતાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી.
છેલ્લા 20 વર્ષ કે ત્યાર અગાઉમાં વકીલ મંડળની ચૂંટણીમાં ક્યારેય ન બનેલી ઘટના બનતા ઇતિહાસ સર્જાયો હતો. બંન્ને પ્રમુખ પદના ઉમેદવારોના મતોની ગણતરીમાં 13 મત રદ થયા હતા. જ્યારે બંન્નેને સરખા સરખા 271 મત મળતા પ્રમુખ માટે ટાઈ પડી હતી. જેના માટે નિયમ મુજબ ચિઠ્ઠી ઉછાળી વિજેતા પ્રમુખ જાહેર કરવાના હતા. જોકે કોંગ્રેસના પદ્યુમ્ન સિંહ સિંધા અને ભાજપના અજબખાન સિપાઈએ ખેલદિલી બતાવી હતી. તેમણે ચિઠ્ઠી ઉછાળવાની ના પાડતા જ ઇતિહાસ સર્જી દીધો હતો.
બંન્ને પ્રમુખોએ સહમતી દાખવી એક વર્ષની ટર્મ માટે એકબીજાના સહકારથી પ્રમુખ પદ સંભાળવાનું નક્કી કર્યું હતું. ત્યારે ભરૂચ જિલ્લા વકીલ મંડળના પ્રમુખ તરીકે ભાજપ અને કોંગ્રેસ બન્ને સત્તારૂઢ થયા હોવાની પહેલી ઘટના આજે બની હતી. બીજી તરફ ઉપપ્રમુખ તરીકે 290 વોટ સાથે ભરતસિંહ ચાવડા, સેક્રેટરી તરીકે દિનેશ પટેલ, જોઈન્ટ સેક્રેટરી તરીકે હિમાંશુ પટેલ વિજયી થયા હતા. પદ્યુમ્નસિંહ સિંધાની સહકાર પેનલના મોટા ભાગના વકીલ સભ્યોનો ચૂંટણીમાં વિજય થયો હતો.

રિપોર્ટ :ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!