નિધિ વિદ્યાભવન શાળા ભરૂચ ખાતે ફાયર સેફ્ટી અંગેનું માર્ગદર્શન અપાયું

નિધિ વિદ્યાભવન શાળા ભરૂચ ખાતે ફાયર સેફ્ટી અંગેનું માર્ગદર્શન અપાયું
નિધિ વિદ્યાભવન શાળામાં અતુલ્ય વીર ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટી અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. આગ લાગે ત્યારે કેવા પગલાં લેવા જોઈએ, જેથી આગ વધારે ન લાગે અને આગ વધુ ફેલાય નહિ તે માટે ડેમો આપીને સમજાવવામાં આવ્યુ હતુ. અતુલ્ય વીર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનુરાગ દુબે, ફાયર સેફ્ટી એન્જિનિયર જગદીશભાઈ, જેઆઈઓ કિષિકાબેન, નિધિ વિદ્યાલયના આચાર્ય શ્રી, સ્ટાફ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જગદીશભાઈ દ્વારા ફાયર સેફ્ટી અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરો ચિફ, દક્ષિણ ગુજરાત.