ઓલપાડની અંભેટા પ્રાથમિક શાળામાં ગીતા જયંતિની ઉત્સાહભેર ઉજવણી

ઓલપાડની અંભેટા પ્રાથમિક શાળામાં ગીતા જયંતિની ઉત્સાહભેર ઉજવણી
Spread the love

ઓલપાડની અંભેટા પ્રાથમિક શાળામાં ગીતા જયંતિની ઉત્સાહભેર ઉજવણી

ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત અંભેટા ગામની પ્રાથમિક શાળામાં પવિત્ર ધર્મગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતાની જન્મ જયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાર્થના સભામાં શાળાનાં બાળકોએ ગીતાનાં શ્લોકોનું સામૂહિક પઠન કર્યું હતું.
શાળાનાં આચાર્ય નરેશ પટેલ તથા સ્ટાફગણ દ્વારા આ પવિત્ર દિવસે શાળાનાં તમામ બાળકોને વિનામૂલ્યે ગીતા સ્મૃતિ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. તેમણે ગીતાનો પરિચય આપતાં બાળકોને જણાવ્યું હતું કે દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપદેશ આપ્યો હતો. તેથી આ દિવસને ગીતા જયંતિ તરીકે મનાવવામાં આવે છે. તેમણે બાળકોને ગીતાનું વાંચન કરી તેનો સાર જીવનમાં ઉતારવા હાકલ કરી હતી.
કાર્યક્રમની ઉજવણીનાં ભાગરૂપે શાળાનાં બાળકોએ પરમ પૂજ્ય દાદાશ્રી પાંડુરંગ આઠવલે પ્રેરિત યોગેશ્વર કૃષિની મુલાકાત લીધી હતી. જેમની સાથે સ્ટાફગણ ઉપરાંત એસ.એમ.સી. સભ્યો સહભાગી થયા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!