ડભોઇ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંધ દ્વારા જુની પેન્શન યોજના ચાલુ કરવા ધરણા

ડભોઇ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંધ દ્વારા જુની પેન્શન યોજના ચાલુ કરવા ધરણા
Spread the love

ડભોઇ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંધ દ્વારા જુની પેન્શન યોજના ચાલુ કરવા ધરના

ડભોઇ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માંગ કરવામાં આવી રહી છે. અગાઉ વારંવાર રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા જુની પેન્શન અમલમાં નથી મુકતી જેના કરાણે આજરોજ ડભોઇ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ બી.આર.સી ભવન ખાતે ૧૫૦ ઉપરાંત શિક્ષકો ધરણાં ઉપર બેઠા હતા.
અગાઉ સરકાર દ્વારા ૧ એપ્રિલ ૨૦૦૫થી નવી પેન્શન યોજના અમલમાં મુકવામાં આવી છે. ત્યારે તે પહેલા નોકરીમાં જોડાયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજના મેળવવા માટેના હક્કદાર છે. પરંતુ ૧ એપ્રિલ ૨૦૦૫ પછી સેવામાં જોડાયેલા શિક્ષકોને જુની પેન્શન યોજનાનો લાભ મળવો જોઇએ કારણ કે ૩૦ થી ૩૫ વર્ષ જેટલી નોકરી પૂર્ણ કરી જ્યારે શિક્ષક નિવૃત થાય ત્યારે શિક્ષકો નવી પેન્શન યોજનામાં નજીવી રકમ મળે છે. જે રકમથી શિક્ષકને પોતાના પરિવાર સાથે ગુજરાન ચલાવવું ખૂબ જ કપરુ થઇ પડે છે. જેથી જૂની પેન્શન યોજના ચાલુ કરવા શિક્ષકો દ્વારા માંગ કરવામાં આવી રહી હોવાનું સંઘ દ્વારા જણાવ્યું હતું.
ડભોઇ તાલુકા શિક્ષક સંઘ ના મહામંત્રી જૈમીનભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર આ સંબંધી કોઈ યોગ્ય પગલાં નહિ ભરે તો સમગ્ર દેશ તાલુકા કક્ષાએ આગામી 27 તારીખના રોજ જિલ્લા કક્ષાએ અને સમગ્ર દેશ કક્ષાએ જેલ ભરો આંદોલન કરવામાં આવશે. આ પ્રસંગે
જિલ્લા સંઘના મહામંત્રી જૈમિન પટેલ,તાલુકાના પ્રમુખ ઘનશ્યામ પટેલ,મંત્રી મહેન્દ્રસિંહ,હિતેશભાઇ પટેલ,નિલેશ સોલંકી,અમિત પરમાર,સહિત 100 ઉપરાંત શિક્ષકો આ ધરણામાં જોડાયા હતા.

રીપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)

IMG-20211223-WA0034.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!