ખેડબ્રહ્મા: જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા આવેદન પત્ર આપવામાં આવ્યું

ખેડબ્રહ્મા: જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા આવેદન પત્ર આપવામાં આવ્યું
ખેડબ્રહ્મા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા તથા અન્ય પ્રશ્નો સંદર્ભે ખેડબ્રહ્મા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું
જેમાં જૂની પેન્શન યોજના ફરીથી તાત્કાલિક શરુ કરવા,
સાતમા પગાર પંચના લાભો આપવા
જુદા જુદા નામથી રાજ્યમાં ફરજ બજાવતા કરાર આધારિત શિક્ષકોને નિયમિત કરવાની ખાતરી આપવી
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં શિક્ષક વિરોધી જોગવાઈઓ દૂર કરવી
એસપીએલ રજા બાબતે નિર્ણય કરવા બાબત
તારીખ 27 4 2011 પહેલા ભરતી થયેલ શિક્ષકોની નિવૃત્તિ સામે કાયમી ના આદેશ થવા બાબત
2010ના બોર્ડ માં ભરતી થયેલા શિક્ષકોને બોન્ડની મર્યાદા ઘટાડવા બાબત
એચ.ટાટ પ્રાથમિક શિક્ષકોના મહેકમના સેટ અપ ની સંખ્યા સુધારવા બાબત
બદલીના નવા નિયમો જ ઝડપથી બહાર પાડવા અને બદ્લી થયેલ શિક્ષકોને 100% છુટા કરવા બાબત
સીસીસી પરીક્ષા લેવાયેલ ન હોય તો સી.સી.સી પરીક્ષા માટે
31 12 2020 પછી મુદતમાં વધારો કરવા બાબત
ઉપરોક્ત બાબતે વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી છે તો અમારી આ ઉપરોક્ત માગણીને ધ્યાને લઇ શિક્ષક હિતમાં નિર્ણય લેવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા