અભિમાન મદ કોઈ દિવસ પણ રાખવુ નહિ નહિ તો તમે રિટાયર્ડ થશો તો કોઈ તમારા સામે જોશે પણ નહીં.

તાજેતરમાં નિવૃત્ત થયેલા એક IAS અધિકારી વિજય નગરમાં રહેવા આવ્યા, જે “ઇન્દોર” શહેર માં સ્થાયી થયા. આ મોટા નિવૃત્ત IAS અધિકારી પાર્ક મા ફરતાં લોકો ને તિરસ્કાર થી જોતાં, પણ તે કોઈની સાથે વાત કરતા ન હતા.
એક દિવસ, તેઓ સાંજે એક વૃદ્ધ વ્યક્તિ સાથે ગપસપ કરવા બેઠાં અને પછી સતત તેમની બાજુ માં બેસવા લાગ્યા, પરંતુ તેમની વાતચીતનો વિષય એક જ હતો – કે હું ભોપાલમાં એટલો મોટો IAS ઓફિસર હતો કે, પૂછશો જ નહીં, અહીં તો હું મજબૂરી થી આવ્યો છું. મારે તો દિલ્હીમાં સ્થાયી થવું જોઈતું હતું
અને તે વડીલ દરરોજ શાંતિથી તેમની વાત સાંભળતા હતા. પણ એક દિવસ પરેશાન થઈ ગયેલા વૃદ્ધે તેને સમજાવ્યું – શું તમે ક્યારેય *ફ્યુઝ બલ્બ* જોયો છે?
બલ્બ ફ્યુઝ થયા પછી, શું કોઈ જોવે છે કે બલ્બ કઈ કંપનીનો બનેલો હતો અથવા કેટલા વોટનો હતો અથવા તેમાં કેટલો પ્રકાશ કે ઝગમગાટ હતો? બલ્બ ના ફ્યુઝ થયા પછી ઊપર ની કોઈ વિગત નુ જરાય મહત્વ નથી, લોકો આવા બલ્બને કચરા ટોપલી માં નાંખે છે કે નહીં!
પેલા નિવૃત્ત IAS અધિકારીએ સંમતિમાં માથું ધુણાવ્યું, ત્યારે વડીલે વધુમાં કહ્યું – નિવૃત્તિ પછી આપણા બધાની હાલત પણ ફ્યુઝ થયેલા બલ્બ જેવી થઈ જાય છે. આપણે ક્યાં કામ કરતા હતા, કેટલા મોટા/નાના હોદ્દા પર હતા, આપણી સ્થિતિ/વટ શું હતો? આ બધાથી કોઈ ફરક પડતો નથી.
હું ઘણા વર્ષોથી આ સોસાયટીમાં રહું છું અને આજ સુધી મેં કોઈને કહ્યું નથી કે, હું બે વખત સંસદ સભ્ય બનેલો છું. શર્માજીની સામે જે બેઠેલા છે તે રેલ્વે મા જનરલ મેનેજર હતા. સામેથી આવતા જોશી સાહેબ લશ્કરમાં બ્રિગેડિયર હતા. પેલા પાઠકજી…. ઈસરોના ચીફ હતા. તેમણે આ વાત કોઈને કહી નથી, મને પણ નહીં, પણ હું જાણું છું કે બધા ફ્યુઝ બલ્બ લગભગ એકસરખા જ હોય છે, પછી ભલે તે ઝીરો વોટના હોય કે 50 કે 100 વોટના. પ્રકાશ નહી, તો ઉપયોગિતા પણ નહી. *દરેક વ્યક્તિ ઉગતા સૂર્યને જળ અર્પણ કરીને પૂજા કરે છે. પરંતુ અસ્ત થતા સૂર્યને કોઈ પૂજતું નથી.*
ભાઈઓ નિવૃત થયા પછી તમને તમારા સારા દિવસો બહુ યાદ આવશે. તમે તમારા ઘરની બહાર બોર્ડ મારશો ફલાણા નિવૃત ઓફિસર નિવૃત પી આઈ એનો કોઈ મતલબ નથી. બધા જ લટકનીયા ફગાવી દેવાના છે.
તમે કેવા માણસ હતા. કેટલાની વાત સાંભળી હતી? કેટલાને મદદરૂપ થયા હતા? કોઈને સામે ચાલીને મદદ કરી હતી? તમારા મિત્રોને સગાવહાલાને સમય પર મદદ કરી હતી? તો પછી હવે બધુ ભૂલીને નવેસરથી શરૂઆત કરો.
સાવ સામાન્ય માણસ બનીને જીવો. સાવ સહજ રીતે જીવો વાણી વર્તન નોર્મલ રાખો. ગુસ્સા ઉશ્કેરાટ પર કાબુ રાખો. આનંદિત રહેવાનો પ્રયત્ન કરો. બધુ સારુ થશે.
રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત